કોલકાતા:  2019ની લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ તમામ વિપક્ષી દળો એકજૂથ થતા જોવા મળી રહ્યાં છે. પહેલા ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ગઠબંધનની જાહેરાત કરી અને હવે આજે કોલકાતામાં એક મંચ પર 20 પક્ષોના નેતાઓ ભાજપ વિરુદ્ધ એકજૂથ થવાની જાહેરાત કરવાના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

41 વર્ષ બાદ વિપક્ષનો જમાવડો
શનિવારે થનારી આ રેલી અગાઉ મમતા બેનરજીએ કહ્યું કે આ વખતે ભાજપ 125 બેઠકોની અંદર સમેટાઈ જશે. 41 વર્ષ બાદ કોલકાતામાં વિપક્ષનો આટલો મોટો જમાવડો થઈ રહ્યો છે. રેલીનું આયોજન કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે સ્થાનિક રાજકીય નબળાઈઓને આ પ્રસ્તાવિત રેલી સંબંધિત મોટા રાજકીય ઉદ્દેશ્યો સાથે જોડવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે ભાજપ તેને વિપક્ષનો ડર ગણાવી રહ્યો છે. વર્ષ 1977માં જ્યોતિ બસુએ કોલકાતાના મંચથી જ કોંગ્રેસ વિરુદ્ધ બ્યુગલ ફૂંક્યુ હતું. 


ભાજપનો કટાક્ષ, 'જ્યારે 'બહેનજી'એ છોડી દીધા, તો સ્વાભાવિક છે કે 'દીદી'ને યાદ કરશે રાહુલ'


કઈ કઈ પાર્ટીના નેતાઓ થશે સામેલ
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ રેલીમાં ભાગ લેશે જ્યારે બસપા તરફથી પાર્ટીના વરિષ્ઠ નેતા સતીષ ચંદ્ર મિશ્રા ભાગ લે તેવી શક્યતા છે. જો કે બસપા સુપ્રીમો માયાવતી પોતે આ  રેલીમાં ભાગ લેશે નહીં. આરએલડીના નેતા અજીત સિંહ અને જયંત ચૌધરી પણ સામેલ થશે. જ્યારે કોંગ્રેસનું પ્રતિનિધિત્વ પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે કરશે. 


લોકસભા ઈલેક્શન 2019 પહેલા મમતાની મહા રેલીમાં આજે દેખાશે વિપક્ષી એક્તા


દિલ્હીના સીએમ કેજરીવાલ પણ થશે સામેલ
આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કર્ણાટકના મુખ્યમંત્રી તથા જેડીએસ નેતા એટડી કુમારસ્વામી અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તથા ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબુ નાયડુ સામેલ છે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા પણ સામે થાય તેવી શક્યતા છે. કોંગ્રેસમાંથી ખડગે અને પાર્ટીના વરિષ્ઠ નેતા આભિષેક મનુ સિંઘવી રેલીમાં સામેલ થશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...