કોલકત્તાઃ કેન્દ્ર સરકારમાંથી ટીડીપીના પ્રધાન બહાર થયા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે તમામ ક્ષેત્રીય પાર્ટીઓને સાથે આવવાનું આહ્વાન કર્યું છે. મમતાએ પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાના ભાજપના સપના પર કટાક્ષ કર્યો અને કહ્યું કે, પહેલા તેણે કેન્દ્રની સત્તા બરકરાર રાખવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ કારણ કે, ખરતાની ઘંટી વાગી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મમતાએ સાધ્યું ભાજપ પર નિશાન
તૃણમૂલ કોંગ્રેસ તરફથી  આયોજીત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની રેલીમાં તેમણે કહ્યું  ‘‘2019 (લોકસભા ચૂંટણી)માં ભાજપને હરાવવા સ્થાનિક પાર્ટીઓએ સાથે આવવું જોઈએ. તેમણે કહ્યું, શું તમને (ભાજપ) દેશના વિભિન્ન ભાગ બળવાનો અવાજ સંભળાતો નથી? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના પરિણામમાં જોવા મળતો નથી? 


મુખ્યપ્રધાને કહ્યું, ભાજપ 2019માં હારશે. બંગાળમાં સત્તાના કબજાનું સપનું જોવાની જગ્યાએ તેની અંદર જોઈને જોવું જોઈએ શું તે સત્તા બરકરાર રાખી શકશે. મમતાએ કહ્યું કે, ભાજપને ત્રિપુરાની જીત પર ખુશ ન થવું જોઈએ અને આરોપ લગાવ્યો કે તેણે કેન્દ્રીય સુરક્ષાદળો તથા પૈસાનો દુરુપયોગના માધ્યમથી વિધાનસભાની ચૂંટણી જીતી છે.