કોલકાતા/ નવી દિલ્હી: દેશની રાજનીતિની શરતોથી શનિવારના દિવસ ઘણો ગરમાગરમીવાળો રહ્યો હતો. કોલકાતામાં મહાગઠબંધનની એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિપક્ષના દરેક મોટા નેતાઓ સામેલ થયા હતા. દરેકે પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ તેમજ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ‘દિલ્હીમાં સરકાર બદલી દો’ની અપીલ કરતા કહ્યું કે મોદી સરકારની ‘અક્સપાયરી ડેટ’ પૂરી થઇ ગઇ છે. તેમણે એ પણ કહ્યું કે એકજૂટ વિપક્ષ આગામી સામાન્ય ચૂંટણીમાં જીત હાંસલ કરશે. ભાજપના વરિષ્ઠ નેતા શહનવાઝ હુસેને ‘મહાગઢબંધન’ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના નેતૃત્વ ‘લિડર (નેતા)’ કરી રહ્યાં છે જ્યારે મહાગઠબંધનનું નેતૃત્વ ‘ડીલર’ (સોદા કરનાર કારોબારી) કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ઝકીર નઇકની 16.40 કરોડની સંપત્તી ED દ્વારા મની લોન્ડ્રિંગ એક્ટ હેઠળ જપ્ત


મમતાએ બ્રિગેડ પરેડ મેદાનમાં આયોજીત રેલીમાં અન્ય વિપક્ષી પાર્ટીની સાથે મળી કામ કરવાનું પણ વચન આપ્યું. તેમણે કહ્યું, ‘પ્રધાનમંત્રી કોણ હશે, તે અમે ચૂંટણી પછી નક્કી કરશું.’ મમતાએ દાવો કર્યો છે કે કેન્દ્રમાં ભાજપના થોડા દિવસો બચ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકારની ‘એક્સપાયરી ડેટ’ ખત્મ થઇ ગઇ છે. મુખ્યમંત્રીએ આ વાતનો ઉલ્લેખ કર્યો કે દેશના હાલાત ‘સુપર ઇમર્જન્સી’ના છે અને તેમણે નારો આપ્યો કે, ‘બદલી દો, બદલી દો, દિલ્હીમાં સરકાર બદલી દો.’ તેમણે ભાજપની ટીકા કરતા કહ્યું કે, રાજનીતિમાં શિષ્ટતા હોય છે, પરંતુ ભાજપ તેનું પાલન કરતી નથી. જે લોકો ભાજપની સાથે નથી, તેમને ચોર ગણાવવામાં આવે છે.


વધુમાં વાંચો: મમતા બેનર્જીની રેલીમાં બોલ્યા શત્રુઘ્ન સિન્હા, ‘સત્ય બોલવું બળવાખોરી છે, તો હા હું છું બળવાખોર’


મમતાએ દાવો પણ કર્યો છે કે ભાજપ તેમના વરિષ્ઠ નેતાઓનું સન્માન કરતી નથી અને રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ તથા નિતિન ગડકરી જેવા લોકોની ભગવા પાર્ટીએ અવગણના કરી છે. તેમણે કહ્યું કે, મોદી અને તેમના સહયોગી હવે સામૂહિક નેતૃત્વની વાત કરી રહ્યાં છે પરંતુ જો ભાજપ (આગામી) લોકસભા ચૂંટણી જીતે છે તો આ નેતાઓની ફરીથી અવગણના કરવામાં આવશે.


વધુમાં વાંચો: JNU મુદ્દે કોર્ટે પોલીસની ઝાટકણી કાઢી, સરકારે પરવાનગી વગર દાખલ થઇ ચાર્જશીટ


મહાગઠબંધન નાટક છે, મોદીના નેતૃત્વમાં ભાજપ હારશે નહીં: શાહનવાઝ હુસેન
શાહનવાઝ હુસેને કહ્યું કે વિપક્ષી ગઠબંધન એવા નેતાઓથી બન્યું છે જેમાં દરેક પોતાને પ્રધાનમંત્રી બનાવવા ઇચ્છે છે. તેમણે એક પત્રકાર પરિસદને સંબોધતા કહ્યું હતું કે, મહાગઢબંધન સંપૂર્ણ પણે નાટક છે. તેઓ ભાજપને હરાવી શકતા નથી, કેમકે તેમાં સામેલ દરેક નેતા પોતાને પ્રધાનમંત્રી બનાવવા ઇચ્છે છે. આ તો એકતાનો દેખાવ છે.


વધુમાં વાંચો: મમતાના મંચ પર બોલ્યા અખિલેશ, ‘સપા-બસપા ગઠબંધનથી દેશમાં ખશીનો માહોલ, પરંતુ...’


કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસની પાસે લોકસભામાં અમેઠીથી (રાહુલ ગાંધીની બેઠક) અને રાયબરેલી (સોનિયા ગાંધીની બેઠક) વગર બસપા અને સપાની મદદ માટે થયેલી ચૂંટણી લડવાનો મુદ્દો હોવો જોઇએ. ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા સાથે મળીને લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસ આ ગઠબંધનનો ભાગ નથી.


વધુમાં વાંચો: મુંબઈ: લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાઓ સાવધાન, પ્રાઈવેટ પાર્ટ પર બદમાશો નાખે છે કેમિકલ


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા હુસેને કહ્યું કે, પ્રધાનમંત્રી દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે અને દુરદર્શી છે. ભાજપની પાસે સર્વશ્રેષ્ઠ નેતા છે. આપણા વિપક્ષ પાસે લીડર નથી, તેમની પાસે માત્ર ડીલર છે. તેમણે કહ્યું કે રાજગ એક વખત ફરી પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સત્તામાં આવશે. માત્ર ‘ભ્રષ્ઠ’ જ ‘મજબૂર’ સરકારની ઇચ્છા રાખશે.
(ઇનપુટ: ભાષા)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...