મુરાદાબાદ: સોશિયલ મીડિયા પેર એક સમાચાર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે કે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં મુરાદાબાદના કુંડા ક્ષેત્રમાં એક વ્યક્તિને નેતા બનવાની એટલી ધૂન સવાર થઇ ગઇ કે તેના માટે કંઇપણ કરવા માટે તૈયાર થઇ ગયો. તેણે પોતાના મિત્રની પત્નીને 'ઉધાર' લીધી અને ચૂંટણી જીત્યા પછી નિકાહ કરી લીધા. જ્યારે અમે આ સમાચારની સચ્ચાઇ જાણવાનો પ્રયત્ન કર્યો તો જાણવા મળ્યું કે આ કેસ બે વર્ષ જૂનો છે. પરંતુ આજે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે સમગ્ર મામલો
જોકે જે નગર પંચાયત સીટ પરથી પોતાની પત્નીને ચૂંટણી લડાવવાનું સપનું જોઇ રહ્યા હતા તે પછાત વર્ગ માટે રિઝર્વ થઇ ગઇ તો તેણે પોતાના સપના પર પાણી ફરી વળી હોય એમ લાગવા માંડ્યું તો તેનો તોદ કાઢવા માટે તેણે પોતાના મિત્રની પત્નીને ચૂંટણી લડવા માટે 'ઉધાર' માંગી.  


સંજોગોવશાત તે મહિલા નગર પંચાયતની ચૂંટણી જીતીને ચેરમેન બની ગઇ. ત્યારબાદ સત્તા પ્રાપ્ત કરવાની ધૂનમાં આ વ્યક્તિએ પોતાના મિત્રની પત્નીને પરત આપવાના બદલે તેની સાથે લગ્ન કરી લીધા. હદ તો ત્યારે થઇ ગઇ જ્યારે મહિલાએ પણ પોતાના પતિ અને બાળકોને છોડીને સત્તાની લાલચમાં નિકાહ કરવા માટે રાજી થઇ ગઇ. 


ત્યારબાદ મહિલાના પરેશાન પતિએ પોતાની પત્ની પરત મેળવવા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા. પછી કોર્ટે કુંડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube