Mumbai Vasai Murder Case: મુંબઈને અડીને આવેલા વસઈમાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. વસઈમાં ધોળા દિવસે એક વ્યક્તિએ પ્રેમીકાની ક્રુરતાપૂર્વક હત્યા કરી છે. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ઘટના સવારે આશરે 8.30 કલાકે વસઈ ઈસ્ટના ચિંચપાડા વિસ્તારમાં બની છે. મૃતક યુવતી આરતી યાદવ (ઉંમર વર્ષ 20) અને આરોપીનું નામ રોહિત યાદવ છે. બંને સારા મિત્રો રહ્યાં છે. આરતી સવારે જ્યારે ઈન્સ્ટીટ્યુટ માટે નિકળી રહી હતી ત્યારે રોહિતે પાછળથી આવી અચાનક હુમલો કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્યાં ઘણા લોકો હાજર હતા, પરંતુ કોઈએ તેની મદદ કરી નહીં. પોલીસે આરોપીની અટકાયત કરી છે અને તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્નેપરથી 15 વાર કર્યાં
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આરતીના માથા પર રોહિત સ્પેનરથી વાર કરે છે અને તે જમીન પર પડી જાય છે. ત્યારબાદ જ્યારે તે પોતાનું માથુ ઉંચકવાનો પ્રયાસ કરે છે ત્યારે હત્યારો રોહિત તેના માથા પર એક બાદ એક 15 જેટલા વાર કરે છે. વીડિયોમાં એક વ્યક્તિ આરોપી રોહિતને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ રોહિત તેને ધક્કો મારી દૂર કરે છે. ત્યારબાદ તે વ્યક્તિ પાછળ હટી જાય છે. 



‘તે મારી સાથે આવું કેમ કર્યું’
એક અન્ય વીડિયોમાં રોહિત મહિલાના શરીર ઉપર ઊભો જોવા મળી રહ્યો છે અને તેના હાથમાં સ્પેનર છે. તે નીચે ઝુકી તેનો ચહેરો પકડે છે અને લાશ સાથે વાત કરવાનું શરૂ કરે છે. તે મારી સાથે આમ કેમ કર્યું, તે આવું કેમ કર્યું? તે ફરી તેના પર વાર કરે છે. ત્યારબાદ  તે લોહીથી ભરેલું સ્પેનર એક તરફ ફેંકી દે છે અને જતો રહે છે. 


આરોપીની પોલીસે કરી ધરપકડ
પોલીસનું કહેવું છે કે રોહિત યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના પર હત્યાના આરોપનો ગુનો દાખલ કરવામાં આવશે. આરોપી સાથે યુવતીએ સંબંધ ખતમ કર્યો તેનાથી તે પરેશાન હતો. તેને શંકા હતી કે આરતીએ અન્ય કોઈ યુવક શોધી લીધો છે.