નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષામાં મોટી ભૂલ સર્જાતા રહી ગઈ છે. કેજરીવાલને મળવા પહોંચેલા એક શખ્સની પાસે જીવતો કારતૂસ મળી આવ્યો હતો. પ્રાપ્ત થયેલ કારતૂસ 32 એમએમનો છે. સીએમને સુરક્ષામાં રહેલા કર્મચારીઓનું કહેવું છે કે, મંગળવારે એક શખ્સ સીએમ કેજરીવાલને મળવા પહોંચ્યો હતો. ત્યારે તેની પાસે જીવતો કારતૂસ બરામદ થયો હતો. તે શખ્સને એન્ટ્રી પાસે જ રોકી દેવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે આપેલી માહિતી મુજબ, સોમવારે સવારે 10-12 લોકો મુખ્યમંત્રી કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. આ તમામ લોકોને સીએમને મળવા દેવાયા હતા. આ લોકો મૌલવી હતી અને વકફ બોર્ડ પાસેથી સેલેરી વધારાની માંગ લઈને મુખ્યમંત્રી કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. તેમાંથી એક ઈમરાન નામના શખ્સ, જે મસ્જિદની સાફસફાઈ કરવાનું કામ કરે છે, તેની પાસે ચેકિંગ દરમિયાન કારતૂસ મળી આવી હતી. 



(આરોપી શખ્સ ઈમરાન) 


ઈમરાને પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, આ કારતૂસ મસ્જિદના ડોનેશન બોક્સમાં મળી હતી. જેને તે વોલેટમાં રાખી દીધી હતી અને રાખીને બાદમાં ભૂલી ગયો હતો. પોલીસે તેની આર્મ્સ એક્ટ અંતર્ગત ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે. 



ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ પર આવી રીતે અનેકવાર હુમલા થયા છે. તાજેતરમાં જ દિલ્હી સચિવાલયની અંદર તેમના પર મિર્ચી પાવડર ફેંકવામા આવ્યો હતો. જોકે, તેનાથી તેમની આંખ પર કોઈ ઈજા પહોંચી ન હતી.