સિવની: મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના કાન્હીવાડા પોલીસ સ્ટેશન હદમાં ગ્રામ કટિયામાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન લોકો નાચવા કૂદવામાં વ્યસ્ત હતાં. આ દરમિયાન એક એવી ઘટના ઘટી જેમાં યુવકનું મોત થયું. ગણેશ વિસર્જન દરમિયાન ડીજેની ધુન પર લોકો ડાન્સ કરી રહ્યાં હતાં. આ દરમિયાન નાગિન ડાન્સ કરતા એક યુવકનું મોત થયું આ ઘટના ગુરુવાર રાત 10 વાગ્યાની આસપાસની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના અંગે ગ્રામ પંચાયત કટિયાના સચિવ કબુલ સૈયામે જણાવ્યું કે ગામમાં સાર્વજનિક ગણેશની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું. જ્યાં ગુરુવારે લોકો ધામધૂમથી ભગવાન ગણેશના વિસર્જન માટે જઈ રહ્યાં હતાં. દર વખતની જેમ આ વખતે પણ વિસર્જનના કાર્યક્રમમાં લોકો નાચી રહ્યાં હતાં. ડીજેની ધૂન પર લોકો નાચી રહ્યાં હતાં. આ બધા વચ્ચે ડીજે પર નાગિન ધૂન વાગતી હતી. નાગિન ધૂન પર બે યુવકો અને એક યુવતી માહોલ બનાવીને ડાન્સ કરી રહ્યાં હતાં. 


જુઓ VIDEO


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...