Social Media Viral: ઈન્ટરનેટ પર એક ખતરનાક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમે પણ આ વીડિયો જોયા પછી થોડીવાર માટે સુન્ન થઈ જશો. જ્યાં લોકોને સાંપોના રાજા એટલે કે કિંગ કોબરા (King Cobra) ના નામથી ડર લાગે છે, તો એક વ્યક્તિએ સાંપની સાથે જે હરકત કરી, તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંપને કરી કિસ
આ વીડિયોમાં તમે એક વ્યક્તિને કિંગ કોબરાને પકડેલો જોઈ શકો છો. વ્યક્તિ સાંપના ફેણને કિસ કરતો જોવા મળી રહ્યો છે. ત્યાં હાજર લોકો સહિત આ વ્યક્તિને પણ સાંપના વળતા જવાબની આશા નહીં હોય. પહેલા તમે સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને જુઓ.


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Zee News (@zeenews)


કિંગ કોબરાએ કર્યો હુમલો
થોડી સેકેન્ડો બાદ સાંપે વ્યક્તિ પર અચાનક હુમલો કરી દીધો. નોંધનીય છે કે કિંગ કોબરા વ્યક્તિને ડંખ મારે છે. સાંપના હુમલા બાદ વ્યક્તિના હાથમાંથી સાંપ છુટી જાય છે. ઘટના સ્થળ પર હાજર લોકો ચોંકી ગયા કારણ કે તે પણ સાંપના ગુસ્સાનો શિકાર બની શકતા હતા. એક વ્યક્તિ સાંપની પાછળ જવાનો પ્રયાસ કરે છે પરંતુ હુમલો કરનાર સાંપ તેને ડરાવીને ભગાડી દે છે. 


આ પણ વાંચો- Diwali 2022: દિવાળીએ ચમકશે આ રાશિઓનું નસીબ, થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા!


વાયરલ થયો વીડિયો
જાણવા મળી રહ્યું છે કે વ્યક્તિ સ્નેક રેસ્ક્યુઅર છે અને ઘરમાં ઘુસેલા સાંપોને પકડીને જંગલમાં છોડવાનું કામ કરે છે. પરંતુ યોગ્ય સમયે સારવારને કારણે આ વ્યક્તિનો જીવ બચી ગયો. પરંતુ આ પ્રકારે જાનવરો સાથે રમત કરતા પહેલા સો વખત વિચારવું જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube