બંદેલ : હાલમાં પશ્ચિમ બંગાળમાં એક ચોંકાવનારી ઘટના બની છે.  અહીં રેલવે સ્ટેશન પર એક વ્યક્તિ ઉપડવા માટે તૈયાર હાવડા તરફ જઈ રહેલી ટ્રેનના લેડીઝ કમ્પાર્ટમેન્ટની સામે જાહેરમાં હસ્તમૈથુન કરી રહી હતી. આ ઘટના રવિવારે બપોરે 1.15 કલાકન આસપાસ બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે એક મહિલાએ  ભારે હિંમત દર્શાવી હતી. તેણે આ ઘટનાને ફેસબુક પર લાઇવ કરી દીધી હતી. તે ટ્રેનમાંથી ઉતરી હતી અને બદમાશને બરાબર ધમકાવ્યો હતો. જોકે પછી બીજા અનેક પ્રવાસીઓ તેના સપોર્ટમાં આવ્યા હતા. જોકે પોલીસ આવીને વ્યક્તિની ધરપકડ કરે એ પહેલાં તે ભાગી ગયો હતો. રેલવે સ્ટાફે આ ઘટનાની નોંધ લીધી છે. 


પ્રાથમિક તપાસ પછી આ વ્યક્તિ 50 વર્ષની વયની આસપાસની હોવાની માહિતી મળી છે. આ વ્યક્તિ પહેલી નજરે માનસિક અસ્થિર લાગી રહી છે. હાલમાં રેલવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...