Video: પતિએ ભર ઊંઘમાં સૂતેલી પત્નીને ઉઠાડી ટ્રેન નીચે ધકેલી દીધી, ઘટના CCTV માં કેદ
વસઈ રેલવે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો છે અને તેની શોધમાં છે. પોલીસે ટીમો બનાવી છે અને આરોપી પતિનું છેલ્લું લોકેશન કલ્યાણમાં મળ્યુ છે. જ્યાં તે લોકલ ટ્રેનથી ઉતર્યો હતો. વસઈ જીઆરપીએ હત્યાનો કેસ દાખલ કર્યો છે.
મુંબઈ: મુંબઈ નજીક વસઈથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. વસઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂઈ રહેલી પત્નીને ઉઠાડીને પત્નીને એક્સપ્રેસ ટ્રેન નીચે ધકેલી દીધી. પત્નીને રેલના પાટા પર ફેંકી દીધા બાદ પતિ બે બાળકોને લઈને ભાગી ગયો. આ વારદાતમાં પત્નીનું મોત થઈ ગયું. સ્ટેશન પર ઘટેલી આ ક્રૂર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આ ઘટના મંગળવાર વહેલી સવારના 4 વાગ્યાની છે. વસઈ રેલવે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ દાખલ કર્યો છે અને તેની શોધમાં છે. પોલીસે ટીમો બનાવી છે અને આરોપી પતિનું છેલ્લું લોકેશન કલ્યાણમાં મળ્યુ છે. જ્યાં તે લોકલ ટ્રેનથી ઉતર્યો હતો. વસઈ જીઆરપીએ હત્યાનો કેસ દાખલ કર્યો છે.
સીસીટીવી ફૂટેજ મુજબ એક મહિલા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર બે બાળકો સાથે સૂઈ રહી હતી. લગભગ 4 વાગે એક વ્યક્તિ પ્લેટફોર્મ પર આવતી ટ્રેનને જુએ છે અને ત્યારબાદ પત્નીને ઉઠાડે છે તથા તેને પ્લેટફોર્મના કિનારે લઈ જાય છે અને પછી અવધ એક્સપ્રેસ સામે ફેંકી દે છે. ત્યારબાદ તે વ્યક્તિ બેગ લે છે અને બાળકોને ઉઠાડે છે. એક બાળકને ગોદમાં લઈ બીજાનો હાથ પકડીને તે પ્લેટફોર્મની બહાર નીકળી જતો જોવા મળે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube