રાત્રે 2:30 વાગ્યે બે યુવતીઓની વિચિત્ર હરકત, અચાનક વગાડવા લાગી બીજાના ઘરના ડોરબેલ, CCTV વાયરલ
મુંબઈના એક વ્યક્તિએ સીસીટીવી ફુટેજ શેર કર્યાં છે જેમાં બે યુવતીઓ જોવા મળી રહી છે. એક વીડિયો રેકોર્ડ કરી રહી છે અને બીજી દરવાજાના બેલ વગાડી જતી રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ઘણીવાર રમતા રમતા બાળકો બીજાના ઘરોનો ડોરબેલ વગાડી ભાગી જાય છે. આ એક એવું પ્રેંક છે જે હંમેશા નાદાનીમાં નાના બાળકો કરે છે. પરંતુ જો કોઈ વ્યસ્ક રાત્રે 2.30 કલાકે તમારા ઘરની બેલ વગાડી ભાગી જાય તો તમે શું કહેશો. મુંબઈના એક વ્યક્તિએ સીસીટીવી ફુટેજ રિલીઝ કરી આવી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
મુંબઈના રહેવાસી વ્યક્તિ શ્રેષ્ઠ પોદ્દારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે બે યુવતીઓ નશામાં રાત્રે 2:30 કલાકે તેની બિલ્ડિંગમાં ઘુસે છે અને લોકોના ઘરની ઘંટી વગાડી ભાગી જાય છે. શ્રેષ્ઠ પોદ્દારનું કહેવું છે કે બિલ્ડિંગમાં મોટા ભાગના સીનિયર રેસિડેન્ટ રહે છે અને આવી ઘટનાઓથી ડરી જાય છે.
વગાડે છે ડોરબેલ
X પર શેર કરવામાં આવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે યુવતીઓ સીઢી પર ચઢતી જોવા મળી રહી છે. બંને મસ્તીના મૂડમાં જોવા મળે છે. એક યુવતી વીડિયો રેકોર્ડ કરતી જોવા મળે છે. બંને સીસીટીવી કેમેરા જોઈને પહેલા ઉપર જાય છે, પછી નેમપ્લેટ જુએ છે. એક યુવતી દરવાજાને બહારથી બંધ કરવાનો પ્રયાસ કરે છે અને સતત બેલ વગાડે છે. તેને જોઈને લાગે છે કે બંનેએ દારૂ પીધો છે.
ગુનાની ઘટનાઓ સામાન્ય છે
વીડિયો શેર કરતી વખતે, શ્રેષ્ઠ પોદ્દારે એમ પણ લખ્યું છે કે આ બિલ્ડીંગ અને આસપાસના વિસ્તારોમાં ચોરીના ઘણા પ્રયાસો, વીજળીના કારણે આગ, તેમજ હત્યાના પ્રયાસો થયા છે. આ સમસ્યાઓથી બિલ્ડીંગના રહીશો પરેશાન થઈ ગયા છે. બિલ્ડિંગમાં મોટાભાગના રહેવાસીઓની ઉંમર 55 વર્ષથી વધુ છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોને ઈન્ટરનેટ પર લાખો લોકો જોઈ ચુક્યા છે.
લોકોનો મત
તો આ વીડિયો પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક વ્યક્તિએ લખ્યું- આવી ઘટનામાં ચેતવણી આપી છોડી દેવી જોઈએ. બીજા વ્યક્તિએ લખ્યું- લોકો ઘણીવાર ભૂલો કરે છે, પરંતુ તેઓનો સંપર્ક સમજણ અને સુખાકારીની ભાવના સાથે થવો જોઈએ, સજા નહીં. કોઈપણ રીતે, આ વિડિઓ વિશે તમારો અભિપ્રાય શું છે? કૃપા કરીને ટિપ્પણી કરો.