નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગસ્ટના રોજ ડિસ્કવરી ચેનલના શો  Man Vs Wildમાં બિયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરતા જોવા મળશે. આ શોનું પ્રસારણ થાય તે અગાઉ બિયર ગ્રિલ્સે પીએમ મોદી માટે પ્રતિક્રિયા આપી છે. બિયર ગ્રિલ્સે કહ્યું કે 'હું અનેક વર્ષોથી ભારતનો મોટો ચાહક રહ્યો છું. આથી પીએમ મોદી જેવા મોટા વૈશ્વિક નેતાને જંગલમાં એડવેન્ચર માટે લઈ જવા તે મારા માટે સૌભાગ્યની વાત છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધૂંધવાયેલા પાકિસ્તાન તરફથી સમુદ્રી રસ્તે આતંકી હુમલાની આશંકા! નેવી હાઈ અલર્ટ પર 


સમાચાર એજન્સી એએનઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં બિયર ગ્રિલ્સે કહ્યું કે કેટલાક વર્ષો અગાઉ મને તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે અલાસ્કામાં એડવેન્ચર ટ્રિપ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. ઓબામા અને પીએમ મોદી વચ્ચે એક ચીજ સામાન્ય છે કે બંનેનો તે પાછળનો એક જ હેતુ હતો. પીએમ મોદી એ સંદેશો આપવા માંગે છે કે આપણે આપણું પર્યાવરણ બચાવવું જોઈએ. ઓબામાનો પણ આ જ સંદેશ હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...