લોકસભાની ચૂંટણીની વચ્ચે કોંગ્રેસની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે અને તેનું કારણ છે તેમની પાર્ટીના નેતાનું વિવાદિત નિવેદન. કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વધુ એકવાર બફાટ કરતાં પાકિસ્તાન અંગે મોટું નિવેદન આપ્યું. ઐયરે કહ્યું કે પાકિસ્તાનની પાસે પણ પરમાણુ બોમ્બ છે. આપણે તેમને સન્માન આપવું જોઈએ. જેના પગલે ભાજપને કોંગ્રેસ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે. ત્યારે ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતાં શું કહ્યું?. કોંગ્રેસે આ નિવેદન અંગે શું વળતો જવાબ આપ્યો?. જોઈશું આ રિપોર્ટમાં....


શું કોંગ્રેસના નેતાએ ફરી પાર્ટીને મુશ્કેલીમાં મૂકી દીધી? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે. કેમ કે ભારતમાં હાલમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ હાલમાં ફ્રન્ટ ફૂટ પર રમી રહી છે પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ નેતાના એક નિવેદને પાર્ટીને બેકફૂટ પર ધકેલવાનું કામ કર્યુ છે. મણિશંકર ઐય્યરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહેતા નજરે ચડે છે કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ. તેઓ કહે છે કે તેઓ (પાકિસ્તાન) પણ એક સાર્વભૌમત્વ ધરાવતો દેશ છે. તેમની પણ પોતાની ઈજ્જત છે. આ ઈજ્જતને કાયમ રાખતા તમે તેમની જેટલી આકરી વાત કરવા માંગતા હોવ તે કરો પણ વાત તો કરો. બંદૂક લઈને તમે ઘૂમતા રહો છો. તેનાથી શું મળે છે, કશું નહીં. તણાવ વધે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube