આર્ટિકલ મુદ્દે સ્પષ્ટતાની જરૂર નથી, આગામી 10 દિવસમાં મોદી સરકાર જતી રહેશેઃ મણીશંકર અય્યર
કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે વડાપ્રધાન મોદી વિશે પોતાના બ્લોગમાં લખેલા આર્ટિકલ અંગે કહ્યું કે, આ મુદ્દે તેમને સ્પષ્ટતા કરવાની જરૂર નથી. મને કહેવાયું છે કે, મારા આર્ટિકલ મુદ્દે કોંગ્રેસ પોતાનું નિવેદન આપી ચૂકી છે. આગામી 10 દિવસમાં મોદી સરકાર જતી રહેવાની છે. નેહરુના યુગ અને આજના યુગની સરખામણી કરી શકાય નહીં, તેમ છતાં લોકશાહીના માર્ગે ચાલવા માટે નેહરુ યુગ જરૂરી છે
શિમલાઃ કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પીએમ મોદી પર લખેલા પોતાના વિવાદિત આર્ટિકલ મુદ્દે કહ્યું કે, " આ મુદ્દે તેમને સ્પષ્ટતા કરવાની જરૂર નથી. મને કહેવાયું છે કે, મારા આર્ટિકલ મુદ્દે કોંગ્રેસ પોતાનું નિવેદન આપી ચૂકી છે. આગામી 10 દિવસમાં મોદી સરકાર જતી રહેવાની છે. નેહરુના યુગ અને આજના યુગની સરખામણી કરી શકાય નહીં, તેમ છતાં લોકશાહીના માર્ગે ચાલવા માટે નેહરુ યુગ જરૂરી છે. કેટલાક લોકો એવા છે જે મારી સાથે નફરત કરે છે."
આ સાથે જ અય્યરે વધુમાં જણાવ્યું કે, હું જ્યારે 6 વર્ષનો હતો ત્યારે પંડિત જવાહરલાલ નેહરુ દેશના વડાપ્રધાન બન્યા હતા અને 23 વર્ષનો થયો ત્યારે તેમનું નિધન થયું હતું. મેં એ સમયની રાજનીતિ શીખી છે. આ દૃષ્ટિએ કહી શકું કે નેહરુનો યોગ અને આજની વર્તમાન સરકારે જે વતાવરણ પેદા કર્યું છે તેની સરખામણી કરી શકાય નહીં. પોતાની સ્પષ્ટતા અંગે તેમણે કહ્યું કે, હું મીડિયાનો શિકાર બન્યો છું અને તેના કારણે મને ઘણું નુકસાન થયું છે.
મણિશંકર અય્યરે 2017માં પીએમ મોદી પર કરેલી વિવાદિત ટિપ્પણીને યોગ્ય ઠેરવી
વિવાદિત બ્લોગ
કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે મંગળવારે પોતાના બ્લોગમાં એક આર્ટિકલ લખીને 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતે કરેલી ટિપ્પણીને યોગ્ય ઠેરવી હતી. ઉલ્લેખનીય છે કે, 2017માં તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીને 'નીચ' કહીને સંબોધ્યા હતા. તેમણે બ્લોગ લખીને કહ્યું છે કે, શું એ વખતે મેં જે ભવિષ્યવાણી કરી હતી તે ખોટી હતી. આ સાથે જ તેમણે લખ્યું છે કે, 23 મેના રોજ જનતા મોદી સરકારને સત્તામાંથી બહાર કરી દેશે.
પોતાના તાજેતરના ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ બાલાકોટના એરસ્ટ્રાઈક સંબંધિત દાવા, દિલ્હીના રામલીલા મેદાનમાં રાજીવ ગાંધીના INS વિરાટ જહાજનો ખાનગી ટેક્સી તરીકે ઉપયોગ કરવા સંબંધિત નિવેદનોની પૃષ્ઠભુમિમાં અય્યરે લખ્યું છે કે, "23 મેના રોજ સૌથી અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરનારા વડાપ્રધાન મોદીને ભારત સચોટ જવાબ આપતા બહારનો રસ્તો દેખાડી દેશે."
VIDEO: પ્રિયંકા ગાંધીએ કર્યું કંઈક એવું કે ભાજપના કાર્યકરો જોતા જ રહી ગયા....!
આ શીર્ષક સાથે લખેલા પોતાના આર્ટિકલમાં અય્યરે લખ્યું છે કે, પીએમ મોદીને એ ચેતવણી આપવાની જરૂર છે કે, CRPF જવાનોની શહીદી પર વોટ માગવા જેવું કામ કરીને તેમણે દેશ વિરોધી કામ કર્યું છે. બાલાકોટ એર સ્ટ્રાીક અંગે પોતાનો વૈજ્ઞાનિક અભિપ્રાય આપીને ભારતીય વાયુ સેનાનું તેમણે અપમાન કર્યું છે. આ સાથે જ તેમણે લખ્યું છે કે, આમ છતાં કોઈ ચિંતા નથી, કેમ કે 23 મેના રોજ લોકો મોદીને સત્તામાંથી ઉખાડી ફેંકશે. યાદ કરો, મેં 7 સપ્ટેમ્બર, 2017ના રોજ શું કહ્યું હતું? શું મારી ભવિષ્યવાણી ખોટી હતી?
Viral Video : સમર્થકોને મળવા માટે પ્રિયંકા ગાંધીએ બેરિકેડ પરથી લગાવ્યો કૂદકો
ભાજપનો હુમલો
આ અંગે ભાજપે હુમલો કરતા જણાવ્યું કે, પરાજયની હતાશામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ પ્રકારના નિવેદનો અપાવી રહ્યા છે. ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ટ્વીટ કરીને કહ્યું કે, "તેઓ(અય્યર) એ બાબતથી અપસેટ હતા કે બધું જ ધ્યાન સેમ પિત્રોડા ખેંચી રહ્યા છે. આથી તેમણે પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે આ કામ કર્યું છે." ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, "ગાંધિ પરિવારના 'મણિ'એ પણ રાહુલ ગાંધીના પ્રેમના રાજકારણમાં પોતાનું યોગદાન આપ્યું છે."