શિવજીને લંકા લઈ જતા રાવણથી રસ્તામાં કેમ મુકાઈ ગયું શિવલિંગ? જાણો તે સ્થાન પર બનેલા મંદિરની રોચક કહાની
આ મંદિરના સ્તંભમાંથી ગીતનો અવાજ આવે છે, રાઝ જાણવા માટે અંગ્રેજોએ સ્તંભ કપાવી નાંખ્યા હતા. આજના રહસ્યમાં, અમે તમને વિરૂપાક્ષ મંદિર વિશે જણાવીશું. ભારતના પ્રખ્યાત ઐતિહાસિક મંદિરો પૈકીનુ એક રહસ્યમયી મંદિર કર્ણાટકના હમ્પીમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર હમ્પી રામાયણ કાળના કિષ્કિંધ સાથે જોડાયેલુ છે. આ મંદિરમાં ભગવાન શિવના વિરૂપાક્ષ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ આજના રહસ્યમાં, અમે તમને વિરૂપાક્ષ મંદિર વિશે જણાવીશું. ભારતના પ્રખ્યાત ઐતિહાસિક મંદિરો પૈકીનુ એક રહસ્યમયી મંદિર કર્ણાટકના હમ્પીમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર હમ્પી રામાયણ કાળના કિષ્કિંધ સાથે જોડાયેલુ છે. આ મંદિરમાં ભગવાન શિવના વિરૂપાક્ષ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ પ્રાચીન મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સામેલ છે. આ મંદિરની ઘણી વિશેષતાઓ છે અને તેની સાથે રહસ્ય પણ જોડાયેલું છે. બ્રિટિશરોએ પણ આ મંદિરનું રહસ્ય જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમને સફળતા મળી નહીં.
રાવણની વારંવારની પ્રાર્થના બાદ ભગવાન શિવ તેની સાથે લંકા જવા સંમત થયા, પરંતુ તેમણે રાવણની સામે એક શરત મૂકી. શરત એ હતી કે, લંકા લઈ જતી વખતે શિવલિંગને રસ્તામાં ક્યાંય જમીન પર ન મૂકવુ. રાવણ શિવલિંગ સાથે લંકા જઈ રહ્યો હતો, પરંતુ રસ્તામાં તેણે એક વ્યક્તિને શિવલિંગ પકડવા માટે આપ્યું. શિવલિંગનું વજન તે વ્યક્તિ સહન ન કરી શક્યો અને તેણે શિવલિંગને જમીન પર મૂકી દીધુ. ત્યારથી આ શિવલિંગ અહીં જ રહ્યું. હજારો પ્રયત્નો પછી પણ આ શિવલિંગને કોઈ ખસેડી શક્યું નથી.
વિરૂપાક્ષ મંદિરની દિવાલો પર તે પ્રસંગના ચિત્રો કોતરવામાં આવ્યા છે. ચિત્રોમાં બતાવાયુ છે કે રાવણ ભગવાન શંકરને ફરી શિવલિંગ ઉપાડવા માટેની પ્રાર્થના કરી રહ્યો છે, પરંતુ ભગવાન શિવ ના પાડી દે છે. માનવામાં આવે છે કે, જે જગ્યાએ શિવજીનું મંદિર છે ત્યાં ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન હતું. પરંતુ તેમણે આ સ્થાનને રહેવા માટે ખૂબ મોટું માન્યું અને પાછા ક્ષીરસાગર ગયા.
કહેવાય છે કે, આ મંદિર લગભગ 500 વર્ષ જૂનું છે. દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં બનેલા આ મંદિરનું ગોપુરમ 500 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું, જે 50 મીટર ઊંચું છે. ભગવાન શિવ અને દેવી પંપા સિવાય અહીં ઘણા નાના મંદિરો છે. વિરૂપાક્ષ મંદિરનું નિર્માણ વિક્રમાદિત્યની દ્વિતીય રાણી લોકમાહ દેવીએ કર્યું હતું. આ મંદિર પંપાવતી મંદિર તરીકે પણ ઓળખાય છે.
આ મંદિરની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, આ મંદિરના કેટલાક સ્તંભોમાંથી સંગીતનો અવાજ આવે છે. તેથી જ તેમને સંગીતના સ્તંભ પણ કહેવામાં આવે છે. એવુ કહેવાય છે કે, અંગ્રેજોએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે સંગીતનો અવાજ સ્તંભમાંથી કેવી રીતે આવે છે. આ માટે, તેમણે મંદિરના સ્તંભોને તોડી નાંખ્યા અને જોયું તો ચકિત થઈ ગયા, કારણકે સ્તંભ અંદરથી ખોખલા હતા અને અંદર જ કશું જ નહોતું. આ રહસ્ય આજદિન સુધી રહસ્ય જ બની રહ્યુ છે. એટલા માટે જ આ મંદિરને રહસ્યમયી મંદિર કહેવામાં આવે છે.
Rekha ને આ અભિનેતાની માતાએ ચપ્પલે-ચપ્પલે કેમ લીધી હતી મારવા? બહુ ઓછા લોકોને ખબર હશે આ સ્ટોરી
100 કિલોથી વધારે વજન ધરાવતા બોલીવુડના આ સિતારાઓ કેવી રીતે થયા FAT TO FIT? આલિયા અને કરીના તો જુઓ...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube