100 કિલોથી વધારે વજન ધરાવતા બોલીવુડના આ સિતારાઓ કેવી રીતે થયા FAT TO FIT? આલિયા અને કરીના તો જુઓ...

UNBELIVABLE WEIGHT LOSS TRANSFORMATIONS: વજન ઘટાડવું છે, તો બોલિવુડના આ કલાકારોને બનાવો તમારા રોલમોડલ. ભૂમિ પેડનેકરથી લઈને આલિયા ભટ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ કલાકારોએ વજન ઘટાડીને યુવાઓ માટે બન્યા પ્રેરણારૂપ

Updated By: Sep 5, 2021, 11:44 AM IST
100 કિલોથી વધારે વજન ધરાવતા બોલીવુડના આ સિતારાઓ કેવી રીતે થયા FAT TO FIT? આલિયા અને કરીના તો જુઓ...

ઝી બ્યૂરો, અમદાવાદઃ દરેક વ્યક્તિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈ પણ સિતારાને રોલમોડલ માનતો હોય છે, કોઈ નાયક-નાયિકાના અભિનયથી તો કોઈ તેમના ચહેરાથી પ્રભાવિત થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકસમય હતો જ્યારે એકટર અને એકટ્રેસ હેલ્ધી હતા અને ત્યારે તેમના પ્રશંસકો પણ તેમને તે જ રીતે સ્વીકારતા હતા. પરંતું ત્યારબાદ ફિલ્મી સિતારાઓમાં ફિટ દેખાવાનું ચલણ આવ્યું. ત્યારે એવા ફિલ્મી સિતારાઓની વાત કરીએ જેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા ત્યારે તેમનું ખૂબ વજન હતું અને તેમનો મજાક થતો પરંતું ત્યારબાદ તેમને એવી મહેનત કરી કે આજે લાખો ચાહકો તેમની ફિટનેસના દિવાના થઈ ગયા.

No description available.

સમયની સાથે ટ્રેન્ટ પણ બદલાયો અને ફિટનેસનું મહત્ત્વ વધવા લાગ્યું. હીરો હોય કે પછી હીરોઈન સ્ક્રિન પર ચમકવા માટે એકટર્સ સતત જીમમાં વર્કઆઉટ કરવા લાગ્યાં. હીરો બોડી બિલ્ડિંગ કરવા લાગ્યા તો હીરોઈન સ્લિમ ડ્રિમ દેખાવા માટે વર્કઆઉટ કરવા લાગી. બાકી ઘણાં એવા કલાકારો છે, જેના તમે શરૂઆતના ફોટા જોશો તો ઓળખાશે પણ નહીં. તમારી પસંદગીના ઘણાં બધા ફિલ્મી સિતારાઓનું વજન તો 100 કિલો કરતા પણ વધારે હતું.

ઝરીન ખાન:
ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ 'વીર'થી ડેબ્યૂ કર્યુ હતું. ફિલ્મમાં તેનો મુ્ખ્ય હિરો બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન હતો, ફિલ્મ હિટ ન નીવડી પરંતું ઝરીન ખાનને થોડી ઘણી ઓળખ મળી.. ઝરીન ખાને હેટ સ્ટોરીઝમાં ગરમાગરમીના દ્રશ્યો આપી બોલ્ડ એક્ટ્રેસ તરીકે પોતાની ઓળખ ઉભી કરી. ઝરીન ખાન જ્યારે ટીનએજ ગર્લ હતી ત્યારે તેનું વજન 100 કિલો હતું પરંતું તેને કસરત, ડાયેટિંગ અને યોગાની મદદથી વજન 57 કિલો સુધી કરી દીધું. ઝરીન ખાને સ્વીકાર્યું છે કે તે બોડી શેમિંગનો શિકાર બની છે.

No description available.

ભૂમિ પેડનેકર:
ભૂમિ પેડનેકર એક એવી એક્ટ્રેસ છે કે જેને તેની ફિલ્મમાં ડેબ્યૂ કર્યુ ત્યારે તેનું વજન વધારે હતું અને ફિલ્મમાં પોતાના પાત્ર માટે ભૂમિએ વજન વધાર્યું. 'દમ લગા કે હઈશા'માં ભૂમિનું વજન ભલે વધારે દેખાયું હોય પરંતું તેનો અભિનય પણ દમદાર રહ્યો. ત્યારબાદ ભૂમિ પેડનેકરે પોતાનું ટ્રાન્સફોર્મેશન કરી દીધુ. ભૂમિ પેડનેકરે જબરદસ્ત મહેનત અને ડાયેટિંગની મદદથી માત્ર 4 મહિનામાં 21 કિલો વજન ઘટાડ્યું

ગણેશ આચાર્ય:
બોલિવુડના પ્રસિદ્ધ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ પણ ઘણુ વજન ઘટાડ્યું. ગણેશ આચાર્યએ 90 કિલો જેટલું વજન ઘટાડ્યું. ગણેશ આચાર્ય આજે પણ ડેઈલી રૂટીન ડાયટ ફોલો કરે છે. ગણેશ આચાર્ય બપોરે 12 થી રાતના 8 વાગ્યા સુધીના સમયમાં જ ખોરાક લેવાનું રાખે છે.

No description available.

સોનાક્ષી સિંહા:
એકસમયે દબંગ ગર્લ સોનાક્ષી સિંહાનું પણ વજન ખૂબ વધારે હતું. ઘણુ વજન હોવાના કારણે સોનાક્ષીને સ્કુલમાં પણ ચીડવવામાં આવતી હતી. સોનાક્ષી સિંહા શરૂઆતમાં ફાસ્ટ ફૂડ ખાવાની શોખીન હતી. વજન ઘટાડવા માટે સોનાક્ષીએ પોતાના રૂટીનમાંથી જંક ફૂડને બાય બાય કહી દીધું. સોનાક્ષી આજે બોલિવુડમાં સફળ અભિનેત્રીમાંથી એક છે.

અર્જુન કપૂર:
'ઈશકજાદે' અને 'ટુ સ્ટેટ્સ'થી ફેમસ થનાર અર્જુન કપૂરે 3 વર્ષમાં 50 કિલો જેટલું વજન ઘટાડ્યું. અર્જુન કપૂરે વજન ઘટાડવા ખૂબ મહેનત કરી. યુવાઓ ફિટનેસ માટે અર્જુન કપૂરમાંથી પ્રેરણા લે છે.

પરિણીતા ચોપરા:
બોલિવુડની ચુલબુલી ગર્લ પરિણીતી ચોપડાની પણ મોટી ફેન ફોલોઈંગ છે. પરિણીતી ચોપડાએ પણ ઘણું વજન ઘટાડ્યું છે. આજે પરિણીતી ચોપડાની ફિટનેસ અને હોટનેસના લોકો દિવાના છે.

No description available.

સારા અલી ખાન:
કેદારનાથ અને સિમ્બા જેવી ફિલ્મથી યંગસ્ટર્સમાં મોટો ક્રેઝ ઉભો કરનાર સારા અલી ખાનના આજે લાખો દિવાના છે. સારા અલી ખાન એકસમયે PCOS નામની  બિમારીથી પીડિત હતી જેના કારણે તેણુ વજન ઘણુ વધી ગયુ હતું. સારા અલી ખાન માનતી હતી કે કોઈ ફિલ્મી પડદે 96 કિલોની છોકરીને લીડ એક્ટ્રેસ તરીકે જોવા નહીં માગે. ત્યારબાદ સારા અલી ખાને ખૂબ મહેનત કરી અને તેનું વજન ઘટાડ્યું.
 

No description available.
આલિયા ભટ્ટ:
આલિયા ભટ્ટની ન માત્ર એક્ટિંગ પરંતું તેના દેખાવ, ક્યુટનેસ અને તેની ફિટનેસના લાખો ફેન્સ છે. ફિલ્મમાં ડેબ્યૂ કરતા પહેલા આલિયા ભટ્ટે 6 મહિનામાં 16 કિલો જેટલું વજન ઘટાડ્યું. આલિયા ભટ્ટ હાઈવે, ટુ સ્ટેટ્સ, ડિયર જિંદગી, રાઝી જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં જોવા મળી. આલિયા ભટ્ટ આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટૉપ એક્ટ્રેસ છે જે લાખો યુવતીઓ માટે રોલમોડલ છે.