Manipur Exit Polls 2022: મણિપુરમાં કોની સરકાર? સામે આવી ગયા એક્ઝિટ પોલના આંકડા
Manipur Exit Poll Update 2022: મણિપુર વિધાનસભા ચૂંટણીનું પરિણામ 10 માર્ચે આવી જશે. પરંતુ તે પહેલાં અમે તમારી માટે એક્ઝિટ પોલના સટીક આંકડા લઈને આવ્યા છીએ.
નવી દિલ્હીઃ મણિપુર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. ઉત્તર-પૂર્વના આ રાજ્યમાં વિધાનસભાની કુલ 60 સીટો છે. રાજ્યમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે અને કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે. પરંતુ આ વખતે 10 માર્ચે આવનાર ચૂંટણી પરિણામ બંને પાર્ટીનું ભવિષ્ય નક્કી કરવાના છે. આ પહેલાં એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે.
એક્ઝિટ પોલમાં કોને કેટલી સીટો?
ZEE NEWS DESIGN BOXED ના એક્ઝિટ પોલ પ્રમાણે મણિપુરમાં ભાજપની સરકાર બની રહી છે. રાજ્યમાં ભાજપને 32થી 38 સીટો મળવાનું અનુમાન છે. આ સિવાય બીજા નંબર પર કોંગ્રેસ રહેશે, જેને 12-17 સીટો મળતી જોવા મળી રહી છે. મણિપુર ચૂંટણીમાં NPF ને 3-5 સીટો મળી શકે છે. આ સિવાય એનપીપીના ખાતામાં 2-4 સીટ આવી શકે છે.
જો મત ટકાવારીની વાત કરીએ તો તેમાં ભાજપ આગળ છે. ભાજપને 39 ટકા જેટલા મત મળી શકે છે. આ સિવાય કોંગ્રેસને 30 ટકા, એનપીએફને 9 ટકા, એનપીસીને 6 ટકા મત મળી શકે છે. અન્યના ખાતામાં 16 ટકા મત જઈ શકે છે.
આ પણ વાંચોઃ Goa Exit Poll Update 2022: ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને મળશે કેટલી સીટ
2017ની ચૂંટણીમાં ભાજપે બનાવી હતી સરકાર
મણિપુરમાં હાલ ભાજપની સરકાર છે. મણિપુર વિધાનસભાનો કાર્યકાળ 19 માર્ચે સમાપ્ત થવાનો છે અને તે પહેલાં રાજ્યમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂરી થવાની છે. જો પાછલી ચૂંટણીની વાત કરવામાં આવે તો અહીં ભાજપને 30 અને કોંગ્રેસને 28 સીટો મળી હતી.
મતદાતા જ્યારે મતદાન કરી બહાર નિકળે છે ત્યારે તેનો મત જાણવામાં આવે છે. તેને એક્ઝિટ પોલ નામ આપવામાં આવે છે. તેમાં તે વોટરોનો સર્વે કરવામાં આવે છે, જે મતદાન કરી ચુક્યા છે. આ કારણે એક્ઝિટ પોલના પરિણામને વધુ સટીક માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube