Goa Exit Poll Update 2022: ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને મળશે કેટલી સીટ

Goa Exit Poll Update 2022: ગોવામાં સત્તાધારી ભાજપને આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. એક્ઝિટ પોલ પ્રમાણે વોટની ટકાવારીના મામલામાં કોંગ્રેસ આગળ છે, પરંતુ સીટના મામલે ભાજપ ટક્કર આપી રહ્યું છે. 

Goa Exit Poll Update 2022: ગોવામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોને મળશે કેટલી સીટ

નવી દિલ્હીઃ ગોવામાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ વિધાનસભા ચૂંટણી થોડી મુશ્કેલ હતી કારણ કે ઘણા મોટા નેતા નારાજ થઈને અન્ય પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. ગોવામાં પાર્ટી સતત નેતૃત્વ સંકટથી સંઘર્ષ કરી રહી હતી અને આ વખતે આમ આદમી પાર્ટીએ તેની મુશ્કેલી વધારી દીધી હતી. જાણો એક્ઝિટ પોલમાં ગોવામાં કોની સરકાર બની રહી છે. 

કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
ZEE NEWS DESIGN BOXED ના એક્ઝિટ પોલ પ્રમાણે ગોવામાં જો સીટની વાત કરીએ તો 40 સીટોવાળી વિધાનસભામાં આ વખતે ભાજપને 13-18 સીટો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને 14-19 સીટો મળી શકે છે. તો MGP ને 2-5 અને આમ આદમી પાર્ટીને 1-3 સીટ મળી શકે છે. અન્યના ખાતામાં 1-3 સીટ જઈ શકે છે. 

વોટ ટકાવારીની વાત કરીએ તો ભાજપને 31 ટકાની નજીક મત મળી શકે છે. તો કોંગ્રેસને 33 ટકા મત મળી શકે છે.  MGP અને આપને 12-12 ટકા મત મળવાનું અનુમાન છે. આ સિવાય અન્યના ખાતામાં 12 ટકા મત જઈ શકે છે. 

ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટીનો પણ જનાધાર છે. આ સિવાય આમ આદમી પાર્ટીએ પણ ગોવાની ચૂંટણી લડી હતી. ગોવામાં હાલ કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યોનું અંતર ખુબ ઓછુ છે. તેવામાં હવે 10 તારીખે ચૂંટણી પરિણામ બાદ ખ્યાલ આવશે કે આ રાજ્યની જનતાએ કઈ પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news