Manipur Violence: મણિપુરમાં સેનાએ આજે પોતાની સમજદારીથી હિંસા ટાળી છે. મણિપુરમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. સેના હિંસા વચ્ચે વિસ્તારમાં શાંતિની બહાલીમાં લાગી છે. આ દરમિયાન ઈથમ ગામમાં સેનાએ એક ઓપરેશનને અંજામ આપ્યો અને કાંગલેઈ યાવોલ કન્ના લુપ (KYKL) સંગઠનના એક ડઝન જેટલા ઉગ્રવાદીઓને સેનાએ પકડ્યા હતા. એવું કહેવાય છે કે આ ઉગ્રવાદીઓએ હથિયારોનો ખજાનો ભેગો કરી રાખ્યો હતો. તેમને સેના લઈને આવે તે પહેલા જ ઉગ્ર  ભીડે સુરક્ષા દળોને ઘેરી લીધા. ચોંકાવનારી વાત એ છે કે આ ભીડનું નેતૃત્વ મહિલાઓ કરી રહી હતી. લગભગ 1500 લોકોની ભીડમાં મહિલાઓની સંખ્યા વધુ હતી. તેમને રોક્યા બાદ સેનાએ 12 કેડરને છોડી દીધા. કમાન્ડરે માનવીય ચહેરો દેખાડ્યો અને લોકોની ભીડને સમજાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમાન્ડરે  દેખાડી સમજદારી
મણિપુરમાં સેનાના કમાન્ડરે સમજદારી દેખાડી અને એક હિંસાવાળી સ્થિતિને ટાળી દીધી. મણિપુરમાં એન્ડ્રો પાસેના ગામ ઈથમમાં સેનાએ મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું. સમગ્ર ગામની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું. ઘટનાસ્થળેથી ભારે માત્રામાં ગોળા બારૂદ અને અનેક હથિયારો મળી આવ્યા. 


ટળી હિંસા
મળતી માહિતી મુજબ આ દરમિયાન સેનાએ પોતાની સમજદારીથી હિંસાની સ્થિતિને ટાળી. ભીડને સમજાવી અને તેમને રોક્યા. સેના જો ઈચ્છત તો આ દરમિયાન કડક પગલાં ભરી શકે તેમ હતી. પરંતુ કમાન્ડરે માનવીય ચહેરો દેખાડતા સ્થિતિને કાબૂમાં લઈ લીધી. 


હવે ગુજરાતમાં પણ હશે તિરુપતિ બાલાજીનું મંદિર, જાણો દેશના સૌથી અમીર ટ્રસ્ટનો પ્લાન


4 દિવસ સુધી આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર ઘરની બહાર ન નીકળતા!


PM મોદીને મળ્યા બાદ ગૂગલના CEO સુંદર પિચાઈએ ગુજરાત માટે કરી મોટી જાહેરાત


મણિપુર હિંસા પર સર્વપક્ષીય બેઠક
નોંધનીય છે કે શનિવારે મણિપુર હિંસા પર  ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક થઈ. જેમાં પ્રદેશની સ્થિતિ અને હિંસાને રોકવા માટે ચર્ચા થઈ. મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક કરી જેમાં વિપક્ષી દળોના નેતાઓની સાથે મણિપુરની સ્થિતિને પહોંચી વળવા પર ચર્ચા થઈ. સંસદ ભવનમાં લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,  ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી સામેલ થયા. આ બેઠકમાં આમંત્રિત 26 પક્ષોમાંથી 24 પક્ષ બેઠકમાં સામેલ થયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube