મણિપુરમાં BJP સરકાર પર સંકટ ટળ્યું, અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા બાગી ધારાસભ્યો
નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)ના અધ્યક્ષ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. ત્યારબાદ મણિપુરમાં પોતાની સરકારને સ્થિર રાખવા માટે ભાજપે ફરી એકવાર સ્થાનિક દળનું સમર્થન પ્રાપ્ત કરી લીધું છે.
નવી દિલ્હી: નેશનલ પીપુલ્સ પાર્ટી (NPP)ના અધ્યક્ષ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ બુધવારે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. ત્યારબાદ મણિપુરમાં પોતાની સરકારને સ્થિર રાખવા માટે ભાજપે ફરી એકવાર સ્થાનિક દળનું સમર્થન પ્રાપ્ત કરી લીધું છે. જોકે મણિપુરમાં મુખ્યમંત્રી એન બીરેન સિંહના નેતૃત્વવાળી સરકાર એનપીપીના ચાર, ભાજપના ત્રણ બાગી ધારાસભ્યોના સમર્થન પરત લીધા મુશ્કેલી વધી ગઇ છે.
ભાજપના સંકટ મોચક અને નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક અલાયન્સના સંયોજક હેમંત બિસ્વા શર્મા બુધવારે એનપીપીના પ્રતિનિધિમંડળને મુલાકાત કરવવા માટે દિલ્હી લઇને આવ્યા. નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સમાં ભાજપ અને પૂર્વોત્તરના તેના સહયોગી દળ સામેલ છે.
બેઠક બાદ હેમંત બિસ્વા શર્માએ ટ્વિટ કર્યું 'કોનરાડ સંગમા અને મણિપુરના ઉપમુખ્યમંત્રી વાઇ જોય કુમાર સિંહના નેતૃત્વમાં એનપીપીના પ્રતિનિધિમંડળએ આજે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. મણિપુરના વિકાસ માટે ભાજપ અને એનપીપી મળીને કામ કરતા રહેશે.
ભાજપના મહાસચિવ રામ માઘવે પણ બુધવારે કહ્યું કે એન બીરેન સિંહના નેતૃત્વવાળી મણિપુર સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરશે. તો બીજી તરફ એન બીરેન સિંહે પણ આ મામલાને વધુ મહત્વ ન આપવાની વાત કહેતાં કહ્યું કે આ એક પારિવારિક મામલો છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજકીય સંકટ જલદી ઉકેલાય જશે.
સૂત્રોના અનુસાર એન બીરેન સિંહ સરકાર પાસેથી રાજીનામા આપનાર ચારેય મંત્રીઓને દિલ્હી લાવવામાં આવ્યા, જ્યાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે તેમની વાતચીત થઇ. એનપીપીના મંત્રીઓ ઉપરાંત ભાજપના ત્રણ બાગી ધારાસભ્ય, તૃણમૂલ કોંગ્રેસના એક ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube