Manipur Violence: પૂર્વોત્તર રાજ્ય મણિપુર કેમ સળગી ઉઠ્યું છે? શું છે આ નાગા-કુકી અને મૈતેઈ વિવાદ, ખાસ જાણો
Violence In Manipur: મણિપુરમાં હાલ ખુબ બબાલ જોવા મળી રહી છે. ગત બુધવારે આદિવાસી એક્તા માર્ચ સમયે મણિપુરમાં હિંસા ફાટી નીકળી અને તેની ઝપેટમાં 8 જિલ્લા આવી ચૂક્યા છે. ગૃહ મંત્રાલયની મણિપુર હિંસા પર બાજ નજર છે. હાલાત કાબૂમાં લેવા માટે ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. સુરક્ષાદળો અહીં ફ્લેગમાર્ચ કરી રહ્યા છે અને ચપ્પા ચપ્પા પર નજર રાખવામાં આવી રહી છે. દરેક જાણવા માંગે છે કે મણિપુરમાં આખરે હિંસા કેમ થઈ રહી છે?
Violence In Manipur: મણિપુરમાં હાલ ખુબ બબાલ જોવા મળી રહી છે. ગત બુધવારે આદિવાસી એક્તા માર્ચ સમયે મણિપુરમાં હિંસા ફાટી નીકળી અને તેની ઝપેટમાં 8 જિલ્લા આવી ચૂક્યા છે. ગૃહ મંત્રાલયની મણિપુર હિંસા પર બાજ નજર છે. હાલાત કાબૂમાં લેવા માટે ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારી દેવાનો આદેશ અપાયો છે. સુરક્ષાદળો અહીં ફ્લેગમાર્ચ કરી રહ્યા છે અને ચપ્પા ચપ્પા પર નજર રાખવામાં આવી રહી છે. દરેક જાણવા માંગે છે કે મણિપુરમાં આખરે હિંસા કેમ થઈ રહી છે? મણિપુરમાં રહેતા નાગા કુકી અને મૈતેઈ સમુદાયનો વિવાદ શું છે. આદિવાસી એક્તા માર્ચ કેમ કાઢવામાં આવી હતી. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગને નાગા અને કુકી કેમ વિરોધ કરી રહ્યા છે. આ સમગ્ર વિવાદ વિશે ખાસ જાણો.
મણિપુરની ડેમોગ્રાફિક સ્થિતિ
મણિપુરનો વિસ્તાર લગભગ 90 ટકા પહાડી અને 10 ટકા ઘાટીનો વિસ્તાર છે. મુખ્ય રીતે મણિપુરમાં 3 સમુદાય છે. મૈતેઈ, નાગા અને કુકી. કુકી અને નાગા આદિવાસી સમુદાય છે. અહીં મૈતેઈ આદિવાસી નથી. મૈતેઈ સમુદાય લગભગ 53 ટકા છે. જ્યારે નાગા અને કુકી મળીને 40 ટકા છે. આ ત્રણેય સિવાય અહીં મુસ્લિમ વસ્તી પણ છે. બિન આદિવાસી સમુદાય મયાંગ પણ રહે છે. આ લોકો દેશના અલગ અલગ ખૂણેથી મણિપુરમાં આવીને વસ્યા છે.
કઈ વાત પર હિંસા થઈ
અત્રે જણાવવાનું કે મણિપુર હિંસા પાછળનું કારણ જમીન પર કબજાની જંગને માનવામાં આવી રહ્યું છે. બિન આદિવાસી સમુદાય હોવાના કારણ કે 53 ટકા મૈતેઈ સમુદાય રાજ્યના 10 ટકા ઘાટીના વિસ્તારમાં સીમિત છે. જ્યારે 90 ટકા એરિયા જે પહાડી છે તેમાં રાજ્યના 40 ટકા નાગા અને કુકી સમુદાય રહે છે. એટલું જ નહીં નાગા અને કુકી ઈચ્છે તો ઘાટીમાં જઈને વસી શકે છે પરંતુ બિન આદિવાસી હોવાના કારણે મૈતેઈ પહાડો પર જઈને રહી શકે નહીં. નાગા અને કુકી આદિવાસી છે અને આથી તેમના માટે કેટલીક અલગ જોગવાઈઓ છે. આ જ કારણ છે કે નાગા અને કુકી, મૈતઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગણીનો વિરોધ કરી રહ્યા છે.
Morena Firing: MPના મોરેનામાં ધાણીફૂટ ગોળીબાર , 6ના ઢીમ ઢાળી દેવાયા
પતિ મરતાં જ વહુએ સસરાને બનાવી લીધો પતિ: મંદિરમાં જઈ કરી લીધા લગ્ન, Video વાયરલ
રાહુલ ગાંધીને દોષી ઠેરવનારા જજ સહિત 68નું પ્રમોશન અટક્યું, SC માં 8મીએ સુનાવણી
મણિપુરમાં અત્યારે કેમ હિંસા થઈ?
હાલમાં જ મણિપુર હાઈકોર્ટે કહ્યું કે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી પર રાજ્ય સરકારે વિચારવું જોઈએ. મૈતેઈ સમુદાયનું માનવું છે કે આ ફક્ત શિક્ષણ કે નોકરીમાં અનામતનો મુદ્દો નથી. આ ઓળખ અને સંસ્કૃતિનો મુદ્દો છે. હકીકતમાં હાઈકોર્ટના નિર્દેશ બાદ જ્યારે મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સામેલ કરવાની માંગણી પર વિચાર કરવાની ચર્ચા જોર પકડવા લાગી તો તેના વિરોધમાં આદિવાસી એક્તા માર્ચ કાઢવામાં આવી. જેમાં હિંસા ભડકી ઉઠી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube