Morena Firing: MPના મોરેનામાં ધાણીફૂટ ગોળીબાર , 6ના ઢીમ ઢાળી દેવાયા

Morena Crime News:  મોરેનામાં ગોળી વાગવાથી 6 લોકોના મોત થયા છે. તાબડતોડ ફાયરિંગથી લેપા ગામમાં સનસનાટી મચી ગઈ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

Morena Firing: MPના મોરેનામાં ધાણીફૂટ ગોળીબાર , 6ના ઢીમ ઢાળી દેવાયા

મધ્યપ્રદેશમાં મોરેના જિલ્લાના પોરસાના લેપા ગામમાં ગોળીબારમાં છ લોકોના મોત થયા છે. પાંચ લોકો ઘાયલ છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે ઈન્ચાર્જ એએસપી રાયસિંગ નરવરિયાએ ત્રણના મોતની પુષ્ટિ કરી છે.

મળતી માહિતી મુજબ જૂની અદાવતને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો ચાલતો હતો. આ પછી ફાયરિંગ શરૂ થયું. તમામ મૃતકો એક જ પરિવારના જણાવવામાં આવી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો જે વાયરલ થઈ રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે મુરેના જિલ્લાના પોરસા વિસ્તારના લેપા ગામમાં જૂની અદાવતે લોહિયાળ વળાંક લીધો હતો અને જમીન વિવાદમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોકો ફાયરિંગ કરતા જોવા મળી રહ્યા છે.

પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
મુરૈનીની સનસનાટીભરી ઘટના પર પોલીસે કહ્યું કે આ ભયાનક ઘટનાને પરસ્પર દુશ્મનાવટના કારણે અંજામ આપવામાં આવ્યો હતો. કેસની તપાસ ચાલી રહી છે. ગુનેગારોને કડકમાં કડક સજા આપવામાં આવશે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે.

લોહિયાળ સંઘર્ષ શા માટે થયો?
પ્રાપ્ત માહિતી અનુસાર, સોહનિયા પોલીસ સ્ટેશન વિસ્તારના લેપા ગામમાં રણજીત તોમર અને રાધે તોમરના પરિવાર વચ્ચે લાંબા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આ બંને વચ્ચે ભૂતકાળમાં પણ લોહિયાળ લડાઈ થઈ ચૂકી છે. કેટલાક લોકો પહેલા પણ માર્યા ગયા છે. જેના કારણે શુક્રવારે પણ  વિવાદ થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ બંને પક્ષોએ એકબીજા પર લાકડીઓ અને સળિયાથી હુમલો કર્યો હતો. આ પછી ગોળીબાર થયો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news