Manipur Viral Video: 'મેં દેશની રક્ષા કરી પણ મારી પત્નીને તેના પર કરવામાં આવેલી ક્રૂરતાથી બચાવી ન શક્યો...' કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાનો જીવ આપનાર દેશના યોદ્ધાના આ અફસોસભર્યા શબ્દો છે. મણિપુરમાં બે મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવાની ઘટનાએ દેશભરના લોકોને ચોંકાવી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેમાંથી એક મહિલાનો પતિ ભારતીય સેનામાં રહી ચૂક્યો છે. તેમણે આસામ રેજિમેન્ટમાં સુબેદાર તરીકે સેવા આપી છે. તેણે અફસોસભર્યા શબ્દોમાં કહ્યું કે મેં દેશ અને તેની સુરક્ષા માટે મારી જિંદગી દાવ પર લગાવી દીધી પરંતુ મારી પત્નીને સુરક્ષિત ન રાખી શક્યો, અપમાનિત થતાં બચાવી શક્યો નહીં.


4 મેના રોજ આદિવાસી મહિલાઓ સાથે બનેલી આ ઘટનાનો વીડિયો બુધવારે સામે આવ્યો હતો, જે બાદ દેશભરમાં તેના પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.


રક્ષાબંધન પર બહેનને ગિફ્ટમાં આપો ફાઇનાન્શિયલ સિક્યોર ભવિષ્ય, આ રહ્યા ઓપ્શન
Astro Tips: શિવજીને જળ અર્પણ કરતી વખતે આ નિયમોનું કરો પાલન, 99 ટકા લોકો છે અજાણ


પીડિતાના પતિએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું, 'હું કારગિલ યુદ્ધમાં દેશ માટે લડ્યો હતો અને ભારતીય શાંતિ સેનાના ભાગરૂપે શ્રીલંકામાં પણ તૈનાત હતો. મેં દેશનું રક્ષણ કર્યું, પરંતુ હું નિરાશ છું કે મારી નિવૃત્તિ પછી, હું મારા ઘર, મારી પત્ની અને સાથી ગ્રામજનોનું રક્ષણ કરી શક્યો નહીં... હું દુઃખી અને ઉદાસ છું.'


તેમણે કહ્યું કે 4 મેના રોજ સવારે, એક ટોળાએ આ વિસ્તારના ઘણા ઘરોને સળગાવી દીધા, બે મહિલાઓને નગ્ન કરી દીધી અને લોકોની સામે ગામડાના રસ્તાઓ પર ચાલવા માટે દબાણ કર્યું.


Manipur Gang Rape: ક્યારે શરૂ થઇ ભયાનક હિંસા અને મહિલાને સરેઆમ નગ્ન કરનાર કોણ છે?
ઇસ્લામ મુજબ...ફક્ત 18 ની ઉંમરમાં લીધો સંન્યાસ, વર્લ્ડ ક્રિકેટમાં મચાવ્યો તહેલકો!


તેમણે કહ્યું, 'પોલીસ હાજર હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરી ન હતી. હું એ તમામ લોકો માટે સખત સજા ઈચ્છું છું જેમણે ઘર સળગાવી અને મહિલાઓનું અપમાન કર્યું. વીડિયો સામે આવ્યાના એક દિવસ બાદ ગુરુવારે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.


એક ટ્વિટર પોસ્ટમાં, મણિપુર પોલીસે કહ્યું, "રાજ્ય પોલીસ અન્ય ગુનેગારોને વહેલી તકે પકડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે." દરોડો ચાલુ છે.


Instagram Down: 24 કલાકમાં મેટાને બીજો ઝટકો, Whatsapp બાદ Instagram પણ થયું ડાઉન
BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ
Petrol Price: આ પ્રકારે બચાવી શકો છો Petrol ના પૈસા, થોડી સાવધાની સુધારી દેશે બજેટ


3 મેના રોજ રાજ્યમાં જાતિય હિંસા ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં 160 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા ઘાયલ થયા છે. મેઇતેઈ લોકો મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા હિસ્સો ધરાવે છે અને મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે નાગા અને કુકી સહિત આદિવાસી સમુદાયો 40 ટકા છે અને મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.


Car Tips: કાર માટે બટાકાનો ધાંસૂ જુગાડ, આની સામે મોટી-મોટી ટેક્નોલોજી પણ છે ફેલ!
શું તમને પણ વધુ મચ્છર કરડે છે, જાણો આવું કેમ થાય છે, જાણો શું કહે છે રિસર્ચ
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube