Viral Video: 55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
Trending doctor: વાયરલ વીડિયો પૂછવામાં આવતા ડોક્ટર ઇમરાન પટેલ જણાવ્યું હતું કે વીડિયો વાયરલ થયા બાદ હવે મારી જવાબદારી વધી ગઇ છે, લોકોની અપેક્ષાઓ વધી ગઇ છે. હવે મેન પરીક્ષા શરૂ થઇ ગઇ છે.
Trending Photos
કર્નલ કુમારદુષ્યંત: ડોક્ટર પાસે જવું અને ઇંજેક્શન લગાવવું દરેક માટે એક ખરાબ સપના સમાન હોય છે. મોટાથી માંડીને બાળકો સુધી દરેક ઉંમરના લોકો ઇંજેક્શનની સોંઇથી ડરે છે. પરંતુ આ ડોક્ટર પોતાની અનોખી રીતે બાળકો અને તેમના માતા પિતા માટે તેને સરળ બનાવી દીધી છે. વાયરલ વિડીયોમાં ડો. ઇમરાન એસ પટેલને બાળકોને ઇંજેક્શન લગાવતા જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યા છે.
ડો. ઇમરાન એસ પટેલનું વેરિફાઇ એકાઉન્ટ છે અને તેમના 230K થી વધુ ફોલોવર્સ છે. જ્યારે ફેસબુક પર 1 લાખથી વધુ ફોલોવર્સ છે. તે અમદાવાદના એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળરોગ વિશેષજ્ઞ છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તેમના સ્ટેથોસ્કોપમાં સોફ્ટ ટોય એડજસ્ટ કર્યું છે. તે મીઠૂ મીઠૂ ગીત ગાય રહ્યા છે અને બાળકનું ધ્યાન ભટકાવીને ઇંજેક્શન આપે છે. બાળકોના માતા-પિતા હસતા જોવા મળે છે. જ્યારે તમે આ વીડિયો જોશો તો તમે તમારું દિલ હારી બેસશો.
તેમણે ZEE 24 KALAK Digital સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ ચાઇલ્ડ સાઇકોલોજી પ્રમાણે ટ્રીટમેન્ટ આપે છે. જ્યારે બાળક રડતું હોય છે ત્યારે તે વ્યવસ્થિત રીતે ચેક કરવા દેતું નથી. જ્યારે હું તેને લુભાવીશ અને હસાવીશ તો તે મને વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરવા દેશે. આ ઉપરાંત તેમના માતા પિતાને પણ એક પ્રત્યે કોન્ડીડેન્ટ આવી જાય છે કે કે મારા બાળકનું વ્યવસ્થિત રીતે ચેકઅપ થયું છે. અમારી હોસ્પિટલમાં આખુ સેટઅપ એ જ રીતે કરવામાં આવ્યું છે.
તેમનીકન્સલટેશન ફી પણ નોમિનલ રાખી છે. જેથી દરેક વર્ગના લોકોને પોસાય શકે. એમાં પણ ખાસ કરીને અમારી હોસ્પિટલમાં જ્યારે કોઇ દિવ્યાંગ, અપંગ કે કોઇ અનાથ વ્યક્તિ હોય તો તેઓ છેલ્લા 18 વર્ષથી એકપણ રૂપિયાની ફી લેતા નથી. અમે આ પ્રકારે માનવતા ધોરણોને રાખીને સેવા આપી રહ્યા છે.
Weight Loss: આ 5 ફ્રૂટનું કરો સેવન, ફટાફટ ઉતરવા લાગશે વજન, બની જશો સ્લિમ અને ટ્રીમ
Tandoori Roti: રૂપિયા આપી બિમારી ઘરે લાવવી હોય તો ઓર્ડર કરજો તંદૂર રોટી, જાણો નુકસાન
vastu tips: ઘરનો મુખ્ય દરવાજો ચમકાવી દેશે ભાગ્ય, બસ આટલી બાબતોનું રાખો ધ્યાન
કોણ છે ડો ઇમરાન પટેલ?
ડો. ઇમરાન પટેલ મૂળ જૂનાગઢના માંગરોળના વતની છે. તેમણે મુંબઇથી ભણતર પુરૂ કર્યું છે. ત્યારબાદ તેઓ ગુજરાત પરત ફર્યા. તેઓ 2013થી પીડિયાટ્રીક તરીકે 2013 તરીકે કામ કરી રહ્યા છે. ડો. ઇમરાન પટેલ વી.એસ. હોસ્પિટલમા આસિસ્ટન પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા છે. હાલમાં તેઓ વસ્ત્રાલ ખાતે હોસ્પિટલ ચલાવી રહ્યા છે.
સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો ઘર બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, શું શુભ? શું અશુભ?
ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર
મહત્વની બાબત એ છે તેમણે દુબઇથી જઇને ત્યાં સેટલ થવાનું વિચાર્યું હતું. પરંતુ તેમના ગુરૂ શેટ્ટીજીએ સલાહ આપી કે તમે જે પ્રકારના માણસ છો. તારી જરૂરિયાત હિંદુસ્તાનને છે. તું અહીંયા સારી રીતે કરી શકીશ. ત્યાં જઇને બીજાની ગુલામી કરીશ નોકરી તો તું પૈસા વધુ કમાવી લઇશ પરંતુ અહીંયા જે નામ અને શોહરત કમાઇશ તે તું કરીશ નહી. તેમની આ વાત મારા દિલમાં ઉતરી ગઇ અને મેં આ અંગે વિચાર્યું. ત્યારબાદ 1-2 વર્ષમાં લાગ્યું કે ખરેખર આ વસ્તુ સાચી છે. ત્યારબાદ અમે અમારી પ્રાઇવેટ હોસ્પિટલ ખોલી. શરૂઆતથી હું આ પ્રકારે બાળકોની ટ્રીટમેન્ટ કરું છું અને છેલ્લા 6 મહિનાથી વિડીયો શૂટ કરવાનું શરૂ કર્યું.
વાયરલ વીડિયો પૂછવામાં આવતા ડોક્ટર ઇમરાન પટેલ જણાવ્યું હતું કે વીડિયો વાયરલ થયા બાદ હવે મારી જવાબદારી વધી ગઇ છે, લોકોની અપેક્ષાઓ વધી ગઇ છે. હવે મેન પરીક્ષા શરૂ થઇ ગઇ છે. વીડિયો વાયરલ થયા બાદ એક પોઝિટિવ બૂસ્ટ મળી છે જેને લઇને હું અમે મારો તમામ સ્ટાફ ઉત્સાહિત છે. આ પોઝિટિવ બૂસ્ટ પૈસાથી મળતી નથી પરંતુ આ બધુ દર્દીઓની દુઆ અને પ્રેમના કારણે મળ્યું છે. હવે લોકો કહી રહ્યા છે કે જેને હું ડિસર્વ કરતો હતો તે આખરે મને મળ્યું છે.
શું તમારા ઘરે પણ ખરાબ થઇ જાય છે? તો અપનાવો આ ટ્રિક અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ
Banana Benefits: દરરોજ સવારે ઉઠીને ખાવ એક કેળું, ફાયદા જાણીને ચોંકી જશો તમે!
વીડિયોના વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેના પર પ્રતિક્રિયા આપી અને ડોક્ટરના કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે 'જ્યારે બહિર્મુખી વ્યક્તિ ડોક્ટર બને જાય છે'. 'અન્ય એક યૂઝરે લખ્યું 'સુંદર દિલવાળો ડોક્ટર.' એક અન્ય યુઝર્સે ટિપ્પણી કરી 'મારા બે બાળકો છે... રસીકરણ દરમિયાન આ મારા માટે ઘણીવાર ભાવનાત્મક ક્ષણ હોય છે. મને આ ડોક્ટરોની જરૂર છે. અન્ય ડોક્ટરોને પણ પ્રેરિત કરો.'
સંપત્તિના મામલે આ બિહારીની છે બોલબાલા, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ
Raksha Bandhan 2023: રક્ષાબંધન પર ભાઇને રાશિ મુજબ બાંધો રાખડી, પ્રાપ્ત થશે દિર્ઘાયુ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે