મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર પરેડ કરાવવાની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. હવે પીએમ મોદીએ પણ આ ઘટના પર દુ:ખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મણિપુરની દીકરીઓ સાથે જે થયું, તે ક્યારેય માફ કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે મારું હ્રદય પીડા અને ક્રોધથી ભરેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે મારું હ્રદય પીડાથી ભરેલું છે. ક્રોધથી ભરેલું છે. મણિપુરની જે ઘટના સામે આવી છે તે કોઈ પણ સભ્ય સમાજ માટે શર્મસાર કરનારી છે. પાપ કરનારા, ગુનો  કરનારા કેટલા છે, કોણ છે તે પોતાની જગ્યા પર છે. પરંતુ અપમાન સમગ્ર દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓએ શર્મસાર થવું પડ્યું છે. 


પીએમ મોદીની મુખ્યમંત્રીઓને કરી અપીલ
પીએમ મોદીએ કહ્યું કે હું તમામ મુખ્યમંત્રીઓને આગ્રહ કરું છું કે તેઓ પોતાના રાજ્યમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે કઠોરથી કઠોર પગલાં ઉઠાવો. ઘટના ભલે રાજસ્થાનની હોય, છત્તીસગઢની કે પછી મણિપુરની હોય. આ દશમાં હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં કોઈ પણ રાજ્ય સરકારમાં રાજનીતિથી ઉપર ઉઠીને કાયદો વ્યવસ્થા મહત્વ અને નારી સન્માન હોવું જોઈએ. હું દેશવાસીઓને ભરોસો અપાવવા માંગુ છું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. કાયદો પોતાની પૂરી શક્તિથી એક પછી એક પગલું ભરશે. મણિપુરમાં જે દીકરીઓ સાથે થયું છે તેને ક્યારેય માફ કરવામાં નહીં આવે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube