Manipur Viral Video: મણિપુરમાં બે મહિલાઓને નગ્ન જાહેરમાં પરેડ કરાવવાની ઘટનાએ સંસદથી લઈને સુપ્રીમ કોર્ટને હચમચાવી નાખ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ મણિપુરની ઘટનાની સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના ગણાવી છે. જ્યારે સુપ્રીમ કોર્ટે મણિપુરની ઘટનાને સુઓમોટો લઈને સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે આ ઘટનાને પરેશાની કરનારી ગણાવી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તો કોર્ટે પોતે કરશે. સુપ્રીમ કોર્ટે આ મામલે આગામી સુનાવણી શુક્રવારે કરવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને પૂછ્યું છે કે મણિપુરની ઘટના પર કયા કયા પગલાં લેવાયા છે અને જવાબ માંગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર કાર્યવાહી કરે, નહીં તો અમે કરીશું
ચીફ જસ્ટિસે કહ્યું કે આ બિલકુલ અસ્વીકાર્ય છે. સાંપ્રદાયિક ઝઘડાના ક્ષેત્રમાં મહિલાઓને એક ઉપકરણ સ્વરૂપે ઉપયોગ કરી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે વીડિયો સામે આવ્યો છે તેનાથી અમે ખુબ જ પરેશાન છીએ. જો સરકાર કાર્યવાહી નહીં કરે તો અમે કરીશું. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે હવે સમય આવી ગયો છે કે સરકાર વાસ્તવમાં પગલાં ભરે અને કાર્યવાહી કરે. બંધારણીય લોકતંત્રમાં આ બિલકુલ અસ્વીકાર્ય છે. આ  ખુબ જ પરેશાન કરનારું છે. 


બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર પરેડ કરાવવાની ઘટના પર PM મોદી જબરદસ્ત બગડ્યા


મહારાષ્ટ્રના રાયગઢમાં મધરાતે ગામડાના 25થી વધુ ઘરો ભૂસ્ખલનની ઝપેટમાં, 6ના મોત


દયા માટે કરગરી રહી હતી મહિલાઓ, હેવાનોએ નગ્ન કરીને જાહેરમાં પરેડ કરાવી, Video વાયરલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube