બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર પરેડ કરાવવાની ઘટના પર PM મોદી જબરદસ્ત બગડ્યા, કેટલાકના ભુક્કા નીકળી જશે
Manipur Viral Video: મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર પરેડ કરાવવાની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. હવે પીએમ મોદીએ પણ આ ઘટના પર દુ:ખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મણિપુરની દીકરીઓ સાથે જે થયું, તે ક્યારેય માફ કરી શકાશે નહીં.
Trending Photos
મણિપુરમાં કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તા પર પરેડ કરાવવાની ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દેશભરમાં ગુસ્સો છે. હવે પીએમ મોદીએ પણ આ ઘટના પર દુ:ખ અને આક્રોશ વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે મણિપુરની દીકરીઓ સાથે જે થયું, તે ક્યારેય માફ કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે મારું હ્રદય પીડા અને ક્રોધથી ભરેલું છે.
પીએમ મોદીએ કહ્યું કે મારું હ્રદય પીડાથી ભરેલું છે. ક્રોધથી ભરેલું છે. મણિપુરની જે ઘટના સામે આવી છે તે કોઈ પણ સભ્ય સમાજ માટે શર્મસાર કરનારી છે. પાપ કરનારા, ગુનો કરનારા કેટલા છે, કોણ છે તે પોતાની જગ્યા પર છે. પરંતુ અપમાન સમગ્ર દેશનું થઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓએ શર્મસાર થવું પડ્યું છે.
પીએમ મોદીની મુખ્યમંત્રીઓને કરી અપીલ
પીએમ મોદીએ કહ્યું કે હું તમામ મુખ્યમંત્રીઓને આગ્રહ કરું છું કે તેઓ પોતાના રાજ્યમાં કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત કરે. ખાસ કરીને આપણી માતાઓ અને બહેનોની સુરક્ષા માટે કઠોરથી કઠોર પગલાં ઉઠાવો. ઘટના ભલે રાજસ્થાનની હોય, છત્તીસગઢની કે પછી મણિપુરની હોય. આ દશમાં હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં કોઈ પણ રાજ્ય સરકારમાં રાજનીતિથી ઉપર ઉઠીને કાયદો વ્યવસ્થા મહત્વ અને નારી સન્માન હોવું જોઈએ. હું દેશવાસીઓને ભરોસો અપાવવા માંગુ છું કે કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. કાયદો પોતાની પૂરી શક્તિથી એક પછી એક પગલું ભરશે. મણિપુરમાં જે દીકરીઓ સાથે થયું છે તેને ક્યારેય માફ કરવામાં નહીં આવે.
PM Narendra Modi says, "My heart is filled with pain and anger. The incident from Manipur that has come before us is shameful for any civilised society. I urge all the CMs to further strengthen law & order in their states - especially for the security of women and take the… pic.twitter.com/SKLTtpAjuo
— ANI (@ANI) July 20, 2023
આરોપીને દબોચ્યો
આ બધા વચ્ચે મણિપુરમાં હેવાનિયત આચરનારા મુખ્ય આરોપી ખેયરેમ હેરાદાસની ધરપકડ કરી લેવાઈ છે. વાયરલ વીડિયોથી આરોપીની ઓળખ થઈ. જો કે રાજ્યના સીએમ બીરેન સિંહની કાર્યક્ષમતા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. મણિપુરથી જે તસવીરો સામે આવી રહી છે તે ચોંકાવનારી છે. સવાલ ઉઠી રહ્યા છે કે શું નફરતની આગમાં કોઈ વ્યક્તિ આટલું નીચે જઈ શકે છે.
પીએમ મોદી સંસદના ચોમાસુ સત્ર પહેલા મીડિયાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે પૂરેપૂરી આશા છે કે તમામ સાંસદ ભેગા મળીને આ સત્રનો સદઉપયોગ કરશે. સંસદની જવાબદારી છે કે ચર્ચા કરવી. ચર્ચા જેટલી વધુ થશે તેટલા દૂરગામી પ્રભાવ પડશે. સદનમાં જે માનનીય સાંસદ આવે છે તેઓ ધરતી સાથે જોડાયેલા હોય છે. જનતાના દુખ દર્દને સમજનારા હોય છે. આથી જ્યારે ચર્ચા થાય છે તો તેમના તરફથી જે વિચાર આવે છે મૂળિયા સાથે જોડાયેલા વિચાર આવે છે. પીએમ મોદીએ કહ્યું કે આ સત્રમાં જે બિલ લાવવામાં આલવશે તે જનતા સંલગ્ન હશે.
શું છે આ ઘટનાની ઈનસાઈડ સ્ટોરી
અત્રે જણાવવાનું કે મણિપુરમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવામાં આવી. મહિલાઓનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક પુરુષો અસહાય મહિલાઓની છેડતી કરી રહેલા જોવા મળે છે. જ્યારે મહિલાઓ રડતી, કરગરતી દયાની ભીખ માંગી રહી છે. એવું કહેવાય છે કે આ ઘટના 4 મેની છે. ઈન્ડિજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ મુજબ આ ધૃણિત ઘટના રાજધાની ઈમ્ફાલથી 35 કિમી દૂર કાંગપોકપી જિલ્લામાં ઘટી.
કુકી સમાજની મહિલાઓ હોવાનું કહેવાય છે
ઈન્ડિજીનિયસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ILTF)નો દાવો છે કે વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાઓ કુકી સમાજની છે. સંગઠનનો દાવો છે કે મૈતેઈ સમુદાયની ભીડે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પહેલા રસ્તા પર ફેરવી અને પછી ખેતરમાં લઈ જઈને તેમના પર ગેંગરેપ કર્યો. મહિલાઓનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો ગુસ્સામાં છે અને પ્રશાસન પાસે કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે.
પોલીસે નોંધી એફઆઈઆર
મહિલાઓ સાથે થયેલી આ દર્દનાક અને શરમજનક ઘટનાના એક દિવસ પહેલા જ મણિપુરમાં હિંસાની શરૂઆત થઈ હતી. મણિપુરના સીએમ એમ બીરેન સિંહે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. જ્યારે મણિપુર પોલીસનું પણ નિવેદન સામે આવ્યું છે. મણિપુર પોલીસે કહ્યું કે અજાણ્યા હથિયારબંધ બદમાશો વિરુદ્ધ અપહરણ, સામૂહિક બળાત્કાર, અને હત્યાનો મામલો નોંધ્યો છે. તપાસ શરૂ કરી દેવાઈ છે. રાજ્ય પોલીસ દોષિતોને જલદી દોષિતોની ધરપકડ કરવાની કોશિશ કરી રહી છે.
મણિપુર હિંસાનો દંશ સૌથી વધુ મહિલાઓએ ઝેલવો પડ્યો છે. એકબાજુ જ્યાં આદિવાસી એક્તા માર્ચ બાદ મણિપુરમાં ભડકેલી હિંસામાં અનેક લોકો માર્યા ગયા. બીજી બાજુ મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂંક કરવામાં આવી. વાયરલ વીડિયો આ વાતની સાક્ષી પૂરે છે. નફરતની આગમાં બળી રહેલા લોકોએ બે મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ફેરવી અને પછી ગેંગરેપ કર્યો. આ ઘટનાથી મણિપુરની સાથે સાથે આખો દેશ શર્મસાર થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે