કેજરીવાલ સરકારની કેન્દ્રને અપીલ- પગાર આપવાના પૈસા નથી, 5 હજાર કરોડની તત્કાલ કરો મદદ
દિલ્હી સરકારે કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે કેન્દ્રની મોદી સરકાર પાસે મદદની રજૂઆત કરી છે. કહેવામાં આવ્યું છે કે તેના સ્ટાફને પગાર આપવાના પૈસા નથી. તેથી તત્કાલ 5 હજાર કરોડની મદદ કરો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે દિલ્હી સરકારે કેન્દ્ર પાસે 5 હજાર કરોડ રૂપિયાની મદદ માગી છે. કહેવામાં આવ્યું છે કે તેની પાસે સ્ટાફને પગાર આપવાના પણ પૈસા નથી, તેથી જલદી રૂપિયા રિલીઝ કરવા જોઈએ. સિસોદિયાએ આ વાત પત્રકાર પરિષદ અને ટ્વીટથી કરી છે. તેમણે કહ્યુ કે, મેં કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખીને દિલ્હી માટે 5 હજાર કરોડ રૂપિયાની રકમ માગી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મદદ માટે ટ્વીટ કર્યુ છે.
સિસોદિયા પ્રમાણે, કોરોના અને પછી લૉકડાઉનને કારણે દિલ્હી સરકારનું ટેક્સ કલેક્શન આશરે 85 ટકા નીચુ ચાલી રહ્યુ છે. તેથી મદદની જરૂર છે. તે પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર તરફથી બાકી રાજ્યોને જારી આપદા રાહત કોષમાંથી પણ કોઈ રકમ દિલ્હીને મળી નથી.
Mann Ki Baat: કોરોના, અમ્ફાન, યોગ, આયુર્વેદ, પડકાર- પીએમ મોદીના સંબોધનની મોટી વાતો
દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ આગળ કહ્યુ કે, કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખ્યો છે કે તત્કાલ 5 હજાર કરોડ રૂપિયાની મદદ કરે. કારણ કે આપદા રાહત કોષથી દિલ્હીને એકપણ રૂપિયો મળ્યો નથી, જ્યારે બાકી રાજ્યોને મળ્યા છે. લૉકડાઉનને કારણે આવેલી આર્થિક મુશ્કેલીને જોતા દિલ્હી સરકારને તત્કાલ 5 હજાર કરોડ રૂપિયાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર