Manish Sisodia Counterattack on BJP sting: દિલ્હીની નવી આબકારી નીતિને લઈને ભાજપે સોમવારે એક સ્ટિંગ ઓપરેશન વીડિયો જાહેર કર્યો. જેના પર દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ જવાબ આપ્યો અને કહ્યું કે મને ફસાવવાનું ષડયંત્ર રચાયું છે. તેમણે કહ્યું કે મારી પાસે પણ સ્ટિંગ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈના અધિકારીઓ પર દબાણ હોવાનો આરોપ
મનિષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે મને ફસાવવા માટે સીબીઆઈના અધિકારીઓ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. મને અફસોસ છે કે આ કેસ સંલગ્ન એક અધિકારીએ દબાણમાં આત્મહત્યા કરવી પડી. પીએમ મોદીને કહેવા માંગીશ કે જો તમે મને ફસાવવા માંગતા હોવ કે રેડ કરાવવા ઈચ્છતા હોવ કે ધરપકડ કરાવવા માંગતા હોવ તો મને જણાવી દો. આ પ્રકારે અધિકારીઓ પર દબાણ બનાવવું યોગ્ય નથી. 


પીએમ મોદીને કર્યા 3 સવાલ
આ સાથે જ મનિષ સિસોદિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રણ સવાલ કર્યા અને જવાબ માંગ્યો. મનિષ સિસોદિયાએ કહ્યું કે સીબીઆઈ અધિકારીઓ પર આટલું દબાણ કેમ બનાવવામાં આવી રહ્યું છે? તેમણે કહ્યું કે બીજો સવાલ એ છે કે હવે ભારતની કેન્દ્ર સરકારનું કામ ફક્ત ઓપરેશન લોટસ ચલાવવાનું રહી ગયું છે? ત્રીજો સવાલ છે કે જનતાએ ચૂંટેલી સરકારોને કચડવા માટે કેટલી કુરબાનીઓ તમે આપશો?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube