મનીષ નિર્દોષ છે, તેની ધરપકડ ગંદી રાજનીતિ છે... સિસોદિયાની ધરપકડ પર અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનીષ સિસોદિયાની ધરપકડને ગંદી રાજનીતિ ગણાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મનીષ નિર્દોષ છે અને તેમની ધરપકડથી લોકોમાં ખુબ રોષ છે. તેમણે કહ્યું કે સિસોદિયા કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત છે.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લિકર કૌભાંડમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડને ગંદી રાજનીતિ ગણાવી છે. તેમણે કહ્યું કે આના કારણે લોકોમાં ભારે રોષ છે. 2021-22ની આબકારી નીતિના અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં રવિવારે સીબીઆઈ દ્વારા સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીએ લગભગ 8 કલાકની લાંબી પૂછપરછ બાદ તેની ધરપકડ કરી હતી.
અરવિંદ કેજરીવાલે એક ટ્વીટમાં કહ્યું, 'મનીષ નિર્દોષ છે. તેમની ધરપકડ ગંદી રાજનીતિ છે. મનીષની ધરપકડથી લોકોમાં ખુબ રોષ છે. લોકો બધુ જોઈ રહ્યાં છે. લોકો બધુ સમજી રહ્યાં છે. લોકો તેનો જવાબ આપશે. તેનાથી અમારો જુસ્સો વધુ વધશે. અમારો સંઘર્ષ વધુ મજબૂત થશે.'
CBI એ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની કરી ધરપકડ, 10 પોઈન્ટ સમજો દરેક વિગત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube