મધ્યપ્રદેશઃ રાફેલ મામલા પર બોલ્યા મનમોહન સિંહ, દાળમાં કંઇક કાળુ જરૂર છે
ચૂંટણી પ્રચાર પહેલા મીડિયા સાથે વાત કરતા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે રાફેલ ડીલના માધ્યમથી સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.
ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ચૂંટણી પ્રચાર માટે પહોચેલા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે રાફેલ ડીલના માધ્યમથી મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે બધા સંસદીય સમિતિની માંગ કરી રહ્યાં છે તો સરકાર કેમ તેના માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે, તે વાતથી ખ્યાલ આવી જાય છે કે દાળમાં કંઇક કાળુ છે.
ચૂંટણી પ્રચાર પહેલા મીડિયા સાથે વાત કરતા મનમોહન સિંહે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું, દેશના લોકો રાફેલ ડીલ પર શંકા વ્યક્ત કરી ચુક્યા છે. વિપક્ષ અને ઘણા સંગઠન સંયુક્ત સંસદીય સમિતિની માંગ કરી રહ્યાં છે પરંતુ મોદી સરકાર તે માટે તૈયાર નથી. તેનાથી ખ્યાલ આવે છે કે દાળમાં કંઇક કાળું છે. તો તેમણે સરકારના નોકરી આપવાના વાયદાને પણ આડે હાથ લીધો હતો અને સરકાર પર વચનભંગનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, મોદી સરકાર યુવાનોને દર વર્ષે 2 કરોડ નોકરી આપવામાં નિષ્ફળ રહી છે.
મનમોહન સિંહની મીડિયા સાથે વાતચીત પહેલા ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે હુમલો કર્યો અને તેમને રિમોટ કંટ્રોલથી ચાલનારા વડાપ્રધાન ગણાવ્યા હતા. તેમણે કહ્યું, મનમોહન સિંહ વડાપ્રધાનના રૂપમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓના રિમોટ કંટ્રોલથી ચાલતા હતા.
તેમણે કોલસા અને દૂરસંચાર સહિત વિભિન્ન ક્ષેત્રોમાં યૂપીએ સરકારના કાર્યકાળમાં સામે આવેલા કૌભાંડનો હવાલો આપતા આરોપ લગાવ્યો, વડાપ્રધાન તરીકે મનમોહન સિંહ તે મામલામાં નિર્ણય લેતા હતા, જેમાં કેટલાક લોકોને આર્થિક ફાયદો થવાની સંભાવના રહેતી હતી. તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન દેશમાં કુલ 11 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ કે ભાજપ, જાણો શું કહે છે સટ્ટા બજારનો ટ્રેન્ડ