નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધિત કરી હતી. આજે એપ્રિલ મહિનાનો છેલ્લો રવિવાર ચે. મન કી બાક કાર્યક્રમનું દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારણ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કહ્યું કે, તાળી, થાળી, દીવો, મિણબત્તી, આ તમામ વસ્તુઓએ જે ભાવનાને જન્મ આપ્યો, જે જુસ્સાથી દેશવાસિઓએ કંઇક કરવાનું નક્કી કર્યું, દરેકને આ વાતોએ પ્રેરિત કર્યાં છે. આપણા ખેડૂત ભાઈ-બહેનને જુઓ- તે આ મહામારી વચ્ચે દિવસ રાત ખેતરમાં મહેનત કરી રહ્યાં છે અને તે વાતની ચિંતા કરી રહ્યાં છે કે દેશમાં કોઈ ભુખ્યું ન સુવે. 


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં શેરી-મહોલ્લામાં, જગ્યાએ-જગ્યાએ આજે લોકો એકબીજાની સહાયતા માટે આગળ આવ્યા છે. ગરીબો માટે ખાવાથી લઈને રાથનની વ્યવસ્થા થાય, લૉકડાઉનનું પાલન થાય, હોસ્પિટલની વ્યવસ્થા થાય, મેડિકલ સાધનોનું દેશમાં નિર્માણ થાય- આજે દેશ એક લક્ષ્ય, એક દિશામાં સાથે સાથે ચાલી રહ્યો છે. 


પીએમ મોદીએ કહ્યું કે, ભારતની કોરોના વિરુદ્ધ લડાઈ ખરેખર people driven છે. ભારતમાં કોરોના વિરુદ્ધ લડાઈ જનતા લડી રહી છે. તમે લડી રહ્યાં છો. જનતાની સાથે મળીને શાસન, પ્રશાસન લડી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, આપણે ભાગ્યશાળી છીએ કે આજે આખો દેશ, દેશનો દરેક નાગરિક, જન-જન આ લડાઈનો સિપાહી છે અને લડાઈનું નેતૃત્વ કરી રહ્યો છે. 

મન કી બાતને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભલે કરોડો લોકો દ્વારા ગેલ સબ્સિડી છોડવાની હોય, લાખો સીનિયર સિટિઝને રેલવેની સબ્સિડી છોડી હોય, સ્વચ્છ ભારત અભિયાનનું નેતૃત્વ લેવું હોય, ટોયલેટ બનાવવા હોય, તેવી અગણિત બાતો છે, આ તમામ વાતથી ખ્યાલ આવે છે કે આપણે બધાએ, એક મન, એક મજબૂત દોરામાં બાંધી દીધા છે. એક થઈે દેશ માટે કંઇ કરવાની પ્રરણા આપી છે. 


વડાપ્રધાને કહ્યું કે, દરેક મુશ્કેલ સ્થિતિ, દરેક લડાઈ, કંઇને કંઇ કરવાની શીખ આપે છે, કંઇક નુસ્ખો શીખવી જાય છે, બોધપાઠ આપે છે. બધા દેશવાસિઓએ જે સંકલ્પ શક્તિ દેખાડી છે, તેથી ભારતમાં એક નવા પરિવર્તનની શરૂઆત પણ થઈ છે. આપણા બિઝનેસ, આપણી ઓફિસ, શિક્ષણ સંસ્થાઓ, આપણું મેડિકલ સેક્ટર, દરેક નવી ટેકનિક સાથે આગળ વધી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર