ચંદીગઢ: હરિયાણામાં ભાજપ-જેજેપી સરકારમાં ગુરૂવારે (14 નવેમ્બર)ના રોજ નવા મંત્રીઓને શપથ અપાવવામાં આવશે. ગુરૂવારે સવારે 11 વાગે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) સરકારના મંત્રીઓને શપથ ગ્રહણ કરાવશે. તમને જણાવી દઇએ કે અત્યાર સુધી હરિયાણામાં મંત્રીમંડળ બની શક્યું ન હતું. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે જેજેપીમાંથી કેટલા મંત્રી શપથ કેશે અને તેમને કયો-કયો વિભાગ મળશે. તો બીજી તરફ ભાજપ દ્વારા શપથ લેનાર મંત્રીઓ વિશે પણ કોઇ જાણકારી મળી નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલ કોશ્યારીના નિર્ણય વિરૂદ્ધ શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે !


અત્રે ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબર દિવાળી (Diwali)ના દિવસે હરિયાણા (Haryana)માં ફરીથી ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સરકાર બનાવવામાં આવી હતી. ચંદીગઢમાં યોજાયેલા સમારોહ મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar)એ બીજીવાર પ્રદેશના મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા હતા. તો બીજી તરફ ભાજપને સરકાર બનાવવા માટે સમર્થન આપનાર જ્નનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) હરિયાણાના ઉપ મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા હતા. શપથ ગ્રહણ સમારોહ માટે દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાળી નેતા પ્રકાશ સિંહ બાદલ અને તેમના પુત્ર સુખબીર બાદલ અને ભાજપના કાર્યકારી જેપી નડ્ડા પણ પહોંચ્યા હતા. શપથ ગ્રહણ બાદ અજય ચૌટાલાએ કહ્યું કે સરકાર પુરા પાંચ વર્ષ સુધી ચાલશે અને હરિયાણાના વિકાસના રથને આગળ વધારશે. 

પાકિસ્તાનમાં ત્રાહિમામ: મીટ 900 રૂપિયે કિલો, કોબીજ 150 તો આદુ 500ને પાર


તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ સંપન્ન થયેલા હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોઇપણ પક્ષને પૂર્ણ બહુમત મળ્યો ન હતો. ભાજપ 40 સીટોમાં સમેટાઇ ગઇ અને કોંગ્રેસ 31 સીટો સુધી પહોંચી શકી હતી. આઇએનએલડીથી અલગ થયેલી જનનાયક જનતા પાર્ટી (JJP)એ 10 સીટો પર જીત નોંધાવી હતી. ગોપાલ કાંડાની પાર્ટીને 1 સીટ અને આઇએનએલડીને 1 સીટ મળી છે. તો બીજી તરફ અન્યના ખાતામાં 7 સીટો ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube