રાજ્યપાલ કોશ્યારીના નિર્ણય વિરૂદ્ધ શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે !

મહારાસ્ટ્ર (Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshari) દ્વારા શિવસેના (Shiv Sena)ને સરકાર રચવા માટે ફક્ત 24 કલાક આપવા વિરૂદ્ધ પાર્ટી દ્વારા દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે સુનાવણી કરશે. કોર્ટે એ પણ જોશે કે અરજી પર તાત્કાલિક સુનાવણીની જરૂરી છે કે નહી. 

રાજ્યપાલ કોશ્યારીના નિર્ણય વિરૂદ્ધ શિવસેનાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આજે !

નવી દિલ્હી: મહારાસ્ટ્ર (Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshari) દ્વારા શિવસેના (Shiv Sena)ને સરકાર રચવા માટે ફક્ત 24 કલાક આપવા વિરૂદ્ધ પાર્ટી દ્વારા દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) આજે સુનાવણી કરશે. કોર્ટે એ પણ જોશે કે અરજી પર તાત્કાલિક સુનાવણીની જરૂરી છે કે નહી. 

જોકે શિવસેનાએ રાજ્યપાલ દ્વારા સરકારે બનાવવા માટે બહુમત પ્રદર્શિત કરવા માટે 24 કલાકના સમયને ન વધારવાના નિર્ણય વિરૂદ્ધ મંગળવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. શિવસેનાને 288 સભ્યોવાળી વિધાનસભામાં 56 સીટો મળી છે અને તે બીજી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી છે. શિવસેનાએ કહ્યું કે તેને રાજ્યપાલની 'મનમાની તથા દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી'થી તાત્કાલિક રાહત મેળવવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવા પર વિવશ થવું પડે છે. 

પાર્ટીએ રાજ્યપાલના આદેશને રદ કરવાની માંગ કરી છે અને રાજ્યપાલની કાર્યવાહીને અસંવૈધાનિક, મનમાની, અવૈધ તથા સંવિધાનના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન જાહેર કરવાની માંગ કરી છે.

પાર્ટીએ રાજ્યપાલના વ્યવહારને લઇને સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે રાજ્યપાલ આ રીતે આથવા 'કેંદ્વ સરકારના ઇશારા પર' કામ ન કરી શકે. રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી ભાજપ દ્વારા સરકાર બનાવવામાં અસમર્થન હોવાની વાત કહેવા પર શિવસેનાને આમંત્રિત કરી હતી. 

કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યપાલ એકદમ ઉતાવળમાં હતા. તેમણે સરકાર બનાવવા માટે અપેક્ષિત બહુમત સાબિત કરવા માટે ફક્ત ત્રણ દિવસનો સમય આપવાની ના પાડીધી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ, વકીલ સુનીલ ફર્નાડિસ તથા નિઝામા પાશા દ્વારા અરજી કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે ''રાજ્યપાલની કાર્યવાહી/ચૂકાદા સંવિધાનના અનુચ્છેદ 14 તથા અનુચ્છેદ 21નું ઉલ્લંઘન છે. આ શક્તિનું મનસ્વી, અયોગ્ય, સ્વેચ્છાચારી અને દુર્ભાવનાપૂર્ણ ઉપયોગ છે, જેથી સુનિશ્વિત કરવામાં આવે કે અરજીકર્તા નંબર 1 (શિવસેના)ને સદનના પટલ પર બહુમત સાબિત કરવાના અવસરથી વંચિત કરી શકાય.'

અરજી અનુસાર શિવસેનાએ સરકાર બનાવવા માટે અપેક્ષિત બહુમતનું સમર્થન પત્ર આપવા માટે ત્રણ દિવસનો સમય આપવાની માંગ કરી હતી. શિવસેના કહ્યું કે પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) તથા કોંગ્રેસ સાથે સરકાર રચવા માટે વાર્તા કરી હતી.

પોતાની અરજીમાં શિવસેનાએ પોતાની પાર્ટી દ્વારા ભરવામાં પગલામાં પાર્ટીના સાંસદ સંજય રાઉતની રાકાંપા પ્રમુખ પવાર સાથે મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું કે આ વાર્તા સકારાત્મક દિશામાં હતી. પાર્ટીએ એ પણ ઉલ્લેખ કર્યો છે કે શિવસેના કોટામાંથી એકમાત્ર કેંદ્વીય મંત્રી અરવિંદ સાવંતે કેંદ્વીય કેબિનેટમાંથી 11 નવેમ્બરે રાજીનામું આપી દીધું. 

તેમાં કોર્ટે સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ટેલિફોનિક વાતચીત વિશે પણ માહિતગાર કર્યા હતા. શિવસેનાએ કહ્યું કે કાયદા અનુસાર રાજ્યપાલને પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવી જોઇએ અને સદનના પટન પર બહુમત કરવાના નિર્દેશ આપવો જોઇતો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે બહુમતનું તથ્ય માનનીય રાજ્યપાલ દ્વારા જાતે નક્કી ન કરી શકાય અને બહુમત પરીક્ષણ કરવા માટે સદનના પટલ પર સંવિધાનિક રીતે નિયત મંચ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news