સુભાષ દવે, મુંબઈઃ ગત ફેબ્રુઆરી મહિનાથી બીમાર પડી ગયેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત મંગળવારે નવા વર્ષના પ્રસંગે મંત્રાલય પહોંચ્યા હતા. પર્રિકરને આંતરડાનું કેન્સર છે અને તેના ઈલાજને કારણે તેઓ લાંબા સમયથી ઓફિસમાં આવી શક્તા ન હતા. ગયા વર્ષે અમેરિકા અને પછી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેમણે ઈલાજ કરાવ્યો હતો. ત્યાર બાદ ગોવામાં તેમના ઘરે જ ઈલાજ ચાલી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પર્રિકરને તબિયત બગડ્યા બાદ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ઈલાજ માટે લઈ જવાયા હતા અને ત્યાં સુધારો દેખાયા બાદ ફરીથી તેમના ઘરમાં જ એક રૂમને હોસ્પિટલમાં પરિવર્તિત કરી દેવાયો હતો. અત્યારે તેમની તબિયતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે તેઓ એક પુલનું કામકાજ જોવા ગયા હતા ત્યારે પણ તેમણે ખેંચેલો એક ફોટો વાયરલ થયો હતો. 


2019ની ચૂંટણીનો મુદ્દો જનતા નક્કી કરશે, સર્જિકલ સ્ટ્રાઈક સૌથી મોટી ચિંતા હતી


મંગળવારે નવા વર્ષના પ્રસંગે તેઓ અચાનક મંત્રાલય આવી પહોંચ્યા હતા. આ સાથે જ તેમણે જુદા-જુદા વિભાગોના કામગીરીની સીક્ષા કરી હતી. તેમના મત્રાલયમાં પ્રવેશની સાથે જ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાને પૂર્ણવિરામ લાગી ગયું છે. 


કોંગ્રેસ પર ભાજપનો હુમલો
ગોવાના ઉર્જા મંત્રી નીલેશ કબરાલે મંગળવારે જણાવ્યું કે, હવે જ્યારે બિમાર મુખ્યમંત્રી મનોહર પર્રિકર ઓફિસમાં પાછા આવી ગયા છે તો હવે કોંગ્રેસના નેતાઓ માટે 'શ્રાદ્ધ' કરવાનો સમય આવ્યો છે. 


દેશના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...