મુંબઈ: મહારાષ્ટ્રમાં મનસુખ હિરેન (Mansukh Hiren Case) ના મોત અને 100 કરોડ રૂપિયાની વસૂલી મામલે આજે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) શરદ પવાર પર ગંભીર આરોપ લગાવ્યા. આ સમગ્ર મામલે અને શરદ પવારે અનિલ દેશમુખ (Anil Deshmukh) ની બચાવવા માટે કરેલી સ્પષ્ટતા પર ફડણવીસે 10 મોટા દાવા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફડણવીસના 10 મોટા દાવા


1. ફડણવીસે કહ્યું કે એનસીપી (NCP) એ શરદ પવાર પાસે ખોટી વાતો કહેવડાવી. તેમને ખોટી જાણકારી આપવામાં આવી. 


2. તેમણે કહ્યું કે અનિલ દેશમુખ 15 થી 27 ફેબ્રુઆરી સુધી આઈસોલેટ નહતા અને આ દરમિયાન તેઓ અનેક અધિકારીઓને મળ્યા હતા. 


3. મહારાષ્ટ્ર (Maharashtra) મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 100 કરોડની વસૂલીનો આરોપ ગંભીર છે. દેશમુખ પર શરદ પવાર (Sharad Pawar) ના દાવા ખોટા છે. તેમણે કહ્યું કે આ મામલે તેઓ ગૃહ સચિવને દસ્તાવેજ સોંપશે. આ સાથે જ તેમણે ટ્રાન્સફર પોસ્ટિંગ ઉપર પણ સવાલ ઉઠાવ્યા. 


4. ફડણવીસે કહ્યું કે અનિલ દેશમુખ 15 મીએ નાગપુરથી મુંબઈ આવ્યા હતા. દેશમુખની મૂવમેન્ટ પર પોલીસ પાસે પુરાવા પણ છે. 


5. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે પરમબીરે ગૃહમંત્રી પર વસૂલીનો આરોપ લગાવ્યો છે અને આ આરોપ ગંભીર છે. ફડણવીસે આ મામલે સીબીઆઈ તપાસની પણ માગણી કરી છે. 


6. ફડણવીસે કહ્યું કે એન્ટિલિયા સામે ગાડી મળી. સચિન વાઝે અરેસ્ટ થયો અને અનેક ચીજો બહાર આવી. 


7. આ બધા વચ્ચે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે એક પત્ર મુખ્યમંત્રીને લક્યો અને આરોપ લગાવ્યો કે લગભગ 100 કરોડના હપ્તાની વસૂલીનો ટાર્ગેટ અનિલ દેશમુખે સચિન વાઝેને આપ્યો હતો. આ માટે તેઓ કોર્ટમાં પણ ગયા. 


8. ફડણવીસે કહ્યું કે ગઈ કાલે શરદ પવાર સાહેબે કહ્યું કે પરમબીરના દાવા એટલા માટે ખોટા છે કારણ કે ગૃહમંત્રી પહેલા હોસ્પિટલમાં હતા અને ત્યારબાદ હોમ ક્વોરન્ટાઈન હતા. 


Sachin Vaze કેસ: ATS ને મળી મોટી સફળતા, દમણથી મળી વોલ્વો કાર, અનેક મહત્વના પુરાવા મળ્યા


PICS: બાબા રામદેવના આશ્રમમાં યોગ શીખવા ગયેલી અભિનેત્રીને વિધાયક જોડે પ્રેમ થઈ ગયો, રસપ્રદ લવસ્ટોરી


Loan Moratorium: સુપ્રીમનો ચુકાદો- સંપૂર્ણ વ્યાજમાફી નહીં મળે, કમ્પાઉન્ડ વ્યાજ થશે રિફંડ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube