PICS: બાબા રામદેવના આશ્રમમાં યોગ શીખવા ગયેલી અભિનેત્રીને વિધાયક જોડે પ્રેમ થઈ ગયો, રસપ્રદ લવસ્ટોરી

અમરાવતી લોકસભા સીટથી અપક્ષ સાંસદ નવનીત કૌર રાણા રાજનીતિમાં આવ્યા તે પહેલા પંજાબી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેમની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે.

મુંબઈ: મનસુખ હિરેનની હત્યા અને સચિન વાઝે કેસ મામલે મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલુ છે. આ બધા વચ્ચે અમરાવતી લોકસભા બેઠકથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો અને કહ્યું કે જે પોલીસ અધિકારીને 16 વર્ષ  સુધી સસ્પેન્ડ રખાયો તેને મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકાર આવતાની સાથે જ બહાલ કેવી રીતે કરાયો? આ કેસને સંસદમાં ઉઠાવ્યા બાદ નવનીત રાણાએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને આરોપ લગાવ્યો છે કે શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે તેમને જેલમાં નાખી દેવાની અને જોઈ લેવાની ધમકી આપી છે. જો કે અરવિંદ સાવંતે આ આરોપો ફગાવ્યા છે. 

ખુબ ચર્ચામાં રહી છે નવનીત રાણાની પર્સનલ લાઈફ

1/5
image

અમરાવતી લોકસભા સીટથી અપક્ષ સાંસદ નવનીત કૌર રાણા રાજનીતિમાં આવ્યા તે પહેલા પંજાબી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેમની પર્સનલ લાઈફ પણ ખુબ ચર્ચામાં રહી છે. નવનીતે વર્ષ 2011માં અમરાવતીના બડનેરા વિધાનસભા બેઠકથી વિધાયક રવિ રાણા સાથે લગ્ન કર્યા હતા. નવનીત કૌર રાણા અને રવિ રાણાની પહેલી મુલાકાત બાબા રામદેવના આશ્રમમાં થઈ હતી. ત્યારબાદ તેમણે સામૂહિક વિવાહ સમારોહમાં લગ્ન કર્યા હતા. 

નવનીત રાણાની ફિલ્મી કરિયર

2/5
image

નવનીત રાણાનો જન્મ 3 જાન્યુઆરી 1986ના રોજ મુંબઈમાં થયો હતો. નવનીતના પિતા આર્મીમાં ઓફિસર હતા જો કે મૂળ તેઓ પંજાબના રહીશ છે. નવનીતે 10મું પાસ કર્યા બાદ મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું અને આ દરમિયાન તેણે અનેક મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કર્યું. મોડલિંગમાં સફળ રહ્યા બાદ તેણે ફિલ્મોમાં ડગ માંડ્યા અને કન્નડ ફિલ્મ દર્શનથી કરિયરની શરૂઆત કરી હતી ત્યારબાદ તેલુગુ, મલિયાલમ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું. 

બાબા રામદેવના આશ્રમમાં થઈ હતી રવિ રાણા સાથે પહેલી મુલાકાત

3/5
image

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ નવનીત કૌરનો યોગ અને બાબા રામદેવ સાથે ખુબ લગાવ છે. નવનીતની પતિ રવિ રાણા સાથે પહેલી મુલાકાત પણ બાબા રામદેવના આશ્રમમાં જ થઈ હતી. તે સમયે બંને એક યોગ કેમ્પમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. 

સામૂહિક વિવાહ સમારોહમાં કર્યા હતા નવનીત-રવિએ લગ્ન

4/5
image

બાબા રામદેવના આશ્રમમાં મુલાકાત બાદ નવનીત કૌર અને રવિ રાણાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. 2 ફેબ્રુઆરી 2011ના રોજ નવનીત અને રવિ રાણાએ એક સામૂહિક વિવાહ સમારોહમાં લગ્ન કર્યા. આ વિવાહ સમારોહમાં કુલ 3162 કપલના લગ્ન થયા હતા. તે સમયે રવિ રાણા વિધાયક હતા અને આ કારણસર તેમના લગ્ન ખુબ ચર્ચામાં રહ્યા હતા. લગ્ન સમારોહમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ, બાબા રામદેવ, સુબ્રત રોય અને વિવેક ઓબોરોય સામેલ થયા હતા. 

વિવાદમાં રહી ચૂક્યા છે નવનીત રાણા

5/5
image

રવિ રાણા સાથે લગ્ન કર્યા બાદ નવનીતે વર્ષ 2014થી લોકસભા ચૂંટણીમાં NCP ની ટિકિટ પર અમરાવતી સીટથી ચૂંટણી લડી. પરંતુ તેઓ હારી ગયા. તે સમયે વિપક્ષી પાર્ટીઓએ તેમના કાસ્ટ સર્ટિફિકેટ પર સવાલ ઉઠાવ્યો હતો. ત્યારબાદ કોર્ટે મુંબઈ પોલીસને એફઆઈઆર નોંધવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ અમરાવતી બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા.