નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રા મનસુખ માંડવિયાને ડોક્ટર ઓફ ફિલોસફી- પીએચડીની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ખુદ મંગળવારે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું- આ પીએચડીની યાત્રા મને સ્થૂલ જ્ઞાનથી સૂક્ષ્મ જ્ઞાન તરફ લાવી છે. આ મારા જીનની ખુબ મહત્વની સિદ્ધિ છે. વિશ્વવિદ્યાલયમાં મારા ગાઇડ તથા રિસર્ચમાં મારો સહયોગ આપનાર બધાનો આભાર વ્યક્ત કરુ છું. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીએ સામુદાયિક વિકાસ અને ભવિષ્યના પડકારોમાં ગ્રામ વિદ્યાપીઠોની ભૂમિકા પર પીએચડીની ડિગ્રી હાસિલ કરી છે. કેન્દ્રીય મંત્રીને આ ડિગ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી મળી છે. 


કેન્દ્રીય મંત્રીની આ સિદ્ધિ તરફથી યુનિવર્સિટીએ પણ ટ્વીટ કર્યુ છે. વિશ્વવિદ્યાલય તરફથી ટ્વીટ કરી કહેવામાં આવ્યું, 'તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે અમારા વિદ્યાર્થી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સામુદાયિક વિકાસ અને ભવિષ્યના પડકારોમાં ગ્રામ વિદ્યાપીઠોની ભૂમિકા પર પીએચડીની ડિગ્રી હાસિલ કરી છે. કેન્દ્રીય મંત્રીએ 18 ડિસેમ્બર, 2017થી PhD ના અભ્યાસની શરૂઆત કરી હતી. 1 ઓક્ટોબર 2021ના તેમની પીએચડીની ડિગ્રી પૂરી થઈ છે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube