Coronavirus New Variant BF.7: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન, `સંપૂર્ણ રીતે ખતમ થયો નથી કોરોના, બુસ્ટર ડોઝ લગાવો`
Mansukh Mandaviya On New Corona Variant: કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આ બધા વચ્ચે કોરોનાનો એક નવો સબ વેરિએન્ટ બીએફ.7 સામે આવ્યો છે . આ નવા વેરિએન્ટના ભારતમાં અત્યાર સુધીમાં ચાર કેસ મળી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોરોના સંકટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાં અંગે સંસદના બંને ગૃહોમાં જાણકારી આપી.
Mansukh Mandaviya On New Corona Variant: કોરોના વાયરસનો પ્રકોપ હજુ પણ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી. આ બધા વચ્ચે કોરોનાનો એક નવો સબ વેરિએન્ટ બીએફ.7 સામે આવ્યો છે . આ નવા વેરિએન્ટના ભારતમાં અત્યાર સુધીમાં ચાર કેસ મળી ચૂક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આજે કોરોના સંકટને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાં અંગે પહેલા લોકસભામાં અને પછી રાજ્યસભામાં જાણકારી આપી. તેમણે કહ્યું કે દુનિયામાં રોજ 5 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોના હજુ સંપૂર્ણ રીતે ખતમ થયો નથી, જે લોકોએ બુસ્ટર ડોઝ હજુ સુધી લીધા નથી તેઓ જરૂર લગાવી લે. રાજ્યોને જીનોમ સિક્વેન્સિંગ વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ભારતમાં કોવિડ મેનેજમેન્ટ સારું છે.
કોવિડ-19ની સતત બદલાતી પ્રકૃતિ બની જોખમ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં કહ્યું કે કોવિડ-19ની સતત બદલાતી પ્રકૃતિ વૈશ્વિક સ્વાસ્થ્ય માટે જોખમ છે. કેન્દ્ર સરકાર કોરોના વાયરસની વૈશ્વિક સ્થિતિ પર સતત નજર જાળવી રહ્યું છે. જાહેર સ્વાસ્થ્ય આગળ ઊભેલા પડકારોને પહોંચી વળવા માટે સતત પગલાં લેવાઈ રહ્યા છે.
જીનોમ સિક્વેન્સિંગ પર ભાર મૂકી રહી છે સરકાર
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે રાજ્યોને ઈન્ફેક્શનના તમામ કેસમાં જીનોમ સિક્વેન્સિંગ કરાવવાની સલાહ અપાઈ છે. આવનારા ફેસ્ટિવલ અને નવા વર્ષને જોતા જરૂરી કોવિડ પ્રોટોકોલના પાલન માટ રાજ્યોએ જાગૃતતા વધારવી જોઈએ.
ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સાવધાની વર્તવામાં આવી રહી છે
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે ઈન્ટરનેશનલ એરપોર્ટ્સ પર વિદેશથી આવનારા મુસાફરોમાંથી 2 ટકા લોકોના સેમ્પલ રેન્ડમ રીતે આરટી-પીસીઆર તપાસ માટે લેવાની પ્રોસેસ આજથી શરૂ થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે કોરોના વૈશ્વિક મહામારીને રોકવા માટે તમામ મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. હું સદનમાં તમામ સાથીઓની આ કોશિશોમાં મદદ ઈચ્છુ છું. બુસ્ટર ડોઝ બાદ પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા રહો. એક સાથે મળીને દ્રઢ સંકલ્પ સાથે કોરોના જેવા દુશ્મન વિરુદ્ધ લડાઈ લડવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube