અમદાવાદ : આપણા ભોજનની હંમેશા શરીર પર સીધી અસર પડે છે.જોકે આધુનિક જીવનશૈલીમાં લોકો પોતાનાં ભોજન પર ધ્યાન નથી આપતા, જેના કારણે લોકોને ઘણી સ્વાસ્થય સંબંધીત તકલીફો પેદા થતી હોય છે. આ આદતોના કારણે તેઓ સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગે છે. આવો જાણીએ એવી જ કેટલીક વસ્તુઓ અંગે જેના સેવનથી તમને ઉંમર પહેલા જ અકાળે વૃદ્ધ દેખાવા લાગો છો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગળ્યું : હેલ્થ એક્સપર્ટ્સના અનુસાર જે લોકો વધારે ગળ્યું ખાય છે તેમાં યોગ્ય સમય પહેલા જ બુઢાપો જોવા મળે છે. શુગર મોલેક્યૂલ્સ શરીરમાં પ્રોટીનની સાથે મળીને સ્કિનમાં રહેલા કોલોજન ( collagen )ને નુકસાન પહોંચાડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોલેજન એક પ્રકારનું પ્રોટીન હોય છે જે આપણી સ્કીનને જુવાન બનાવી રાખવામાં મદદ કરે છે. જો કે વધારે ગળ્યું ખાવાનાં કારણે શરીરમાં રહેલા કોલેજન પર ખરાબ અસર પડે છે, જેના કારણે લોકો અકાળે વૃદ્ધ દેખાવા લાગે છે. તે ઉપરાંત વધારે ગળ્યું ખાવાના કારણે દાંતોને પણ નુકસાન પહોંચે છે. 

આલ્કોહલ : હેલ્થ એક્સપર્ટ્સના અનુસાર જ્યારે આપણું લિવર યોગ્ય રીતે કામ કરે છે તો સ્કિનને નુકસાન પહોંચાડનારા ટોક્સિક ઓટોમેટીક રીતે જ શરીર બહાર નિકળી જાય છે. જો કે લિવર યોગ્ય રીતે કામ ન કરે તેવી સ્થિતીમાં ટોક્સિંગ શરીરમાં જ રહે છે અને તેના કારણે સ્કિનને લગતી સમસ્યાઓ ચાલુ થઇ જાય છે. તેમાં ચામડીમાં કરકચલી પડવી, ચામડી સોજી જવી, સહિતના વિવિધ ચામડીને લગલા રોગો લાગુ પડે છે. આલ્હોહલનાં સેવનથી ઉંઘ પર પણ ખરાબ અસર પડે છે. પુરતી ઉંઘ નહી લઇ શકવાના કારણે પિગ્મેન્ટેશનની સમસ્યા પેદા થઇ શકે છે. 

સ્મોક્ડ મીટ : વધારે સ્મોક્ડ થયેલુ અથવા વધારે શેકાયેલું મીટ ખાવાના કારણે પણ ઉંમર પહેલા જ વૃદ્ધ થવાની શક્યતા રહે છે. તેવામાં મીટમાં પ્રો ઇફ્લેમેટરી હાઇડ્રોકાર્બન જોવા મળે છે, જેના કારણે સ્કીનના કોલેજનને નુકસાન પહોંચે છે. 
વ્હાઇટ વાઇન : વ્હાઇટ વાઇનના કારણે દાંત પરથી ઈનેમલનું પડ નિકળી જવાથી દાંતને નુકસાન થાય છે. દાંતના બાહ્ય પડને ઇનેમલ કહેવામાં આવે છે. આ દાંતોના સંરક્ષણ કરવાનું કામ કરે છે. હેલ્થ એક્સપર્ટ્સ વ્હાઇટ વાઇન અથવા કોઇ પણ પ્રકારના એસિડિક ડ્રિંક પીધા પછી તુરંત જ બ્રશન નહી કરવાની સલાહ આપે છે. કારણ કે એવું કરવાથી દાંત પરની પોપડી (ઇનેમલ)ને નુકસાન પહોંચી શકે છે. એટલા માટે ડ્રિંક કર્યાનાં થોડા સમય બાદ જ બ્રશ કરે. 
મીઠુ : એવી વસ્તુનું સેવન જેના કારણે વધારે મીઠુ હોય છે તો તમારે અકાળે વૃદ્ધ બનાવી શકે છે. એટલા માટે ભોજનમાં ઓછામાં ઓછા મીઠાનો ઉપયોગ કરો. 
ટ્રાંસ ફેટ : હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ટ્રાંસ ફેટ હૃદયને નુકસાન પહોંચાડે જ છે સાથે જ તેમાં અકાળે વૃદ્ધ થવાની શક્યતાઓ વધી જાય છે. તેમનું તે પણ કહેવું છે કે ટ્રાંસ ફેટના સેવનથી સ્કિન પર અલ્ટ્રા વાયોલેટ કિરણોની અસર પણ વધીને બમણી થઇ જાય છે. 
પ્રોસેસ્ડ મીટ : પ્રોસેસ્ડ મીટમાં સલ્ફાઇટ અને બીજા પ્રિઝર્વેટીવ નાખવામાં આવે છે, જે સ્કિનમાં સોજો પેદા કરીને વ્યક્તિને અકાળે વૃદ્ધ બનાવે છે. 
મસાલેદાર ભોજન : હેલ્થ એક્સપર્ટ્સના અનુસાર વધારે મસાલેદાર વસ્તુઓ ખાવાનાં કારણે સ્કિન સંબંધીત ઘણી સમસ્યાઓ થવા લાગે છે. જે કારણે ઓછી ઉંમરે જ વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે. એટલા માટે શક્ય હોય તેટલું ભોજનમાં ઓછા મસાલાઓનો ઉપયોગ કરવો જોઇએ. તીખુ અને તમતમતુ ભોજન ટાળવું જોઇએ. 
એનર્જી ડ્રિંક : સામાન્ય રીતે તો એનર્જી ડ્રીંક પીતાની સાથે જ શરીરમાં ઉર્જા આવી જાય છે, જો કે તેનાં કારણે દાંતોને પણ નુકસાન પહોંચે છે. જો તમે એનર્જી ડ્રિંક પીવો છો તે તેને તમારે સ્ટ્રોની મદદથી જ પીવાનો આગ્રહ રાખો જેથી તેના કારણે દાંતોને ઓછુ નુકસાન થાય. 
કોફી : કોફીના સેવનથી શરીરમાં ડીહાઇડ્રેશન થવાની સાથે સાથે દાંતને નુકસાન પહોંચે છે. એસિડિક ડ્રિંકથી દાંત પરના ઇનેમલનાં પડને નુકસાન પહોંચે છે. જો કે તેનાથી સ્વાસ્થયને ઘણુ નુકસાન પહોંચે છે.