જાહેરાતને લઈને કેજરીવાલ સરકાર પરેશાન, સિક્કિમે વ્યક્ત કર્યો રોષ; અધિકારી સસ્પેન્ડ
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે શનિવારે અખબારોમાં જાહેર કરેલી એક જાહેરાત પર વિવાદ ઉભો થયો છે. સિવિલ ડિફેન્સ કોર્પ્સમાં સ્વયંસેવકોની ભરતી જારી કરવામાં આવેલી આ જાહેરાતમાં પાત્રતાની શરતોમાં સિક્કિમના લોકોની વાત કરવામાં આવી છે. તેના પર વિવાદ ઉભો થયો છે. આ મામલે સિક્કિમ સરકારે દિલ્હી સરકારને ફરિયાદ પત્ર પણ લખ્યો હતો. કેજરીવાલ સરકારે પાછળથી ભૂલ સ્વીકારી અને મોડીરાતે એલજી દ્વારા એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો.
નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે શનિવારે અખબારોમાં જાહેર કરેલી એક જાહેરાત પર વિવાદ ઉભો થયો છે. સિવિલ ડિફેન્સ કોર્પ્સમાં સ્વયંસેવકોની ભરતી જારી કરવામાં આવેલી આ જાહેરાતમાં પાત્રતાની શરતોમાં સિક્કિમના લોકોની વાત કરવામાં આવી છે. તેના પર વિવાદ ઉભો થયો છે. આ મામલે સિક્કિમ સરકારે દિલ્હી સરકારને ફરિયાદ પત્ર પણ લખ્યો હતો. કેજરીવાલ સરકારે પાછળથી ભૂલ સ્વીકારી અને મોડીરાતે એલજી દ્વારા એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો.
આ પણ વાંચો:- અમ્ફાને મચાવી બંગાળમાં તબાહી, રાહત કાર્ય માટે મમતા સરકારે માગી સેનાની મદદ
તમને જણાવી દઈએ કે સિવિલ ડિફેન્સ કોર્પ્સમાં સ્વયંસેવક તરીકે ભરતી માટે શનિવારે અખબારોમાં જાહેર કરવામાં આવેલી જાહેરાતમાં કેજરીવાલ સરકારે પાત્રતાની ચાર શરતો નક્કી કરી હતી. પ્રથમ શરતમાં કહેવામાં આવ્યું હતું કે તે ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ભૂતાન, નેપાળ અથવા સિક્કિમના લોકો અને દિલ્હીનો રહેવાસી હોવો જોઈએ.
આ પણ વાંચો:- કોરોના વાયરસ માટે કેટલીક દવાનું પરીક્ષણ, વૈજ્ઞાનિકોએ કહ્યું- આ દવા સૌથી આગળ
સિક્કિમે વ્યક્ત કરી નારાજગી
સિક્કિમના મુખ્ય સચિવ એસ.સી. ગુપ્તાએ દિલ્હીના મુખ્ય સચિવ વિજય કુમાર દેવને લખેલા પત્રમાં લખ્યું છે કે, "તાજેતરમાં ન્યૂઝપેપરમાં દિલ્હી સરકારે સિવિલ ડિફેન્સ કોર્પ્સમાં સ્વયંસેવક તરીકે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જાહેરાતમાં સિક્કિમને ભુતાન અને નેપાળની સાથે એક સ્વતંત્ર દેશ તરીકે જણાવ્યો છે. આ સિક્કિમના લોકો માટે ઘણી દુ:ખની વાત છે જે આ મહાન દેશ ભારતના ત્યારથી નાગરિક છે જ્યારથી આ રાજ્યની રચના 16 મે 1975ના રોજ કરવામાં આવી હતી. ગુપ્તાએ કેજરીવાલ સરકારને આવી વિવાદિત જાહેરાત પાછી ખેંચવાની માગ કરી હતી.
આ પણ વાંચો:- મિશન ગગનયાન: ભારતીય અંતરિક્ષ યાત્રિયોનું રશિયામાં પ્રશિક્ષણ ફરી શરૂ
ભાજપે પણ કર્યા પ્રહાર
દિલ્હી પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલે સમજાવવું જોઈએ કે દિલ્હી સરકારે સિક્કિમને એક અલગ દેશ તરીકે કેમ બતાવ્યો. તિવારીએ પોતાના એક વીડિયો સંદેશામાં કહ્યું, "આજે સવારે જ્યારે મે અખબાર ઉઠાવ્યું. દિલ્હી સરકારની એક જાહેરાત પર નજર પડી, જેમાં સિક્કિમને એક અલગ દેશ બતાવવામાં આવ્યો. રાજ્ય સરકાર આ કેવી રીતે કરી શકે. શું તેઓ આટલા અનાડી હોય શકે છે કે તેઓ એક રાજ્યને સ્વતંત્ર દેશ હોવાનું દેખાડી શકે.આટલી મોટી જાહેરાત જતા પહેલા શું તેને ભૂલ ગણી શકાય, પછી સમજો કે કેટલી મોટી ભૂલ થઈ રહી છે. અરવિંદ કેજરીવાલજી જાગો. તમે શું કર્યું છે દિલ્હીને કહો. પ્રશ્ન મોટો છે, તે ઘણો આગળ વધશે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube