મિશન ગગનયાન: ભારતીય અંતરિક્ષ યાત્રિયોનું રશિયામાં પ્રશિક્ષણ ફરી શરૂ

ભારતના પહેલા માનવયુક્ત સ્પેશ અભિયાન ગગનયાન (Gaganyaan Mission) દેશ માટે પસંદ કરવામાં આવેલા 4 ભારતીય સ્પેશ યાત્રીયોએ રશિયામાં ફરીથી પ્રશિક્ષણ મેળવવાનું શરૂ કર્યું છે. Covid-19 મહામારીના કારણે તેમનું પ્રશિક્ષણ રોકવામાં આવ્યું હતું.
મિશન ગગનયાન: ભારતીય અંતરિક્ષ યાત્રિયોનું રશિયામાં પ્રશિક્ષણ ફરી શરૂ

બેંગલુરૂ: ભારતના પહેલા માનવયુક્ત સ્પેશ અભિયાન ગગનયાન (Gaganyaan Mission) દેશ માટે પસંદ કરવામાં આવેલા 4 ભારતીય સ્પેશ યાત્રીયોએ રશિયામાં ફરીથી પ્રશિક્ષણ મેળવવાનું શરૂ કર્યું છે. Covid-19 મહામારીના કારણે તેમનું પ્રશિક્ષણ રોકવામાં આવ્યું હતું.

રશિયા સ્પેશ નિગમ, રોસ્કોસ્મોસે એખ નિવેદનમાં કહ્યું કે, ગાગરિન રિસર્ચ એન્ડ ટેસ્ટ કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટર (જીસીટીસી)એ 12 મેના ગ્લોવ્કોર્મોસ, જેએસસી (સરકારી અંતરિમ નિગમ રોસ્કોસ્મોસનો ભાગ) અને ભારતીય સ્પશ અનુસંધાન સંગઠન (ઈસરો)ના માનવ અંતરિક્ષ યાન કેન્દ્રની વચ્ચે થયેલા અનુંબધના અંતર્ગત ભારતીય અંતરિક્ષ યાત્રીયોનું પ્રશિક્ષણ ફરીથી શરૂ કર્યું છે. ચારેય ભારતીય અંતરિક્ષ યાત્રી સ્વસ્થ છે.

નિવેદનમાં વધુમાં કહ્યું છે કે, જીસીટીસીમાં મહામારીથી બચવા માચે તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ જીસીટીસી સુવિધાઓ પર સ્વચ્છતાના તમામ પ્રબંધ કરવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગના દિશાનિર્દેશોને લાગુ કરવામાં આવ્યા છે અને અનધિકૃત વ્યક્તિઓના આવ-જા પર પ્રતિબંધ છે. સાથે જ તમામ કર્મચારીઓ અને સ્પેશ યાત્રીયોને માસ્ક અને ગ્લવ્ઝ પહેરવું ફરજીયાત કર્યું છે. રોસ્કોસમોસે ટ્વિટર પર ભારતીય ધ્વજ લઇ સ્પેસશૂટ પહેરલા ભારતીય અંતરિક્ષ યાત્રીયોની એક તસવીર પણ સામે આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news