મરાઠાઓને નહી મળે અનામત? સામે છે અનેક કાયદાકીય પડકારો !
ભલે મહારાષ્ટ્ર સરકારે રાજ્ય પછાત પંચની ભલામણો સ્વિકાર કરી લીધી હોય પરંતુ બિલ પાસ કરાવવા તેમને કાયદાકીય પડકારોનો સામનો કરવો પડી શકે છે
મુંબઇ : મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફણવીસ સરકારના અંતિમ મરાઠા અનામતનો દાવ રમ્યા છે. ગુરૂવારે મહારાષ્ટ્ર વિધાનમંડળના બંન્ને સદનો એટલે કે વિધાનસભા અને વિધાનપરિષદે નોકરી અને શિક્ષણમાં મરાઠા અનામત માટે 16 ટકા અનામતના પ્રસ્તાવને સર્વસમ્મતિથી પાસ કરી દીધો. જો કે મરાઠા અનામતની રાહમાં આગળ કાયદાનાં પડકારો પણ ઓછા નથી.
મહારાષ્ટ્ર સરકારે ગત્ત રવિવારે રાજ્ય પછાત પંચની ભલામણોનો સ્વીકાર કરી લીધો અને મરાઠા સમુદાયને અનામત આપવાનો નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણથી સરકારને કાયદાકીય પડકારનો સામનો પણ કરવો પડી શકે છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી અને સરકારી અધિકારી દાવા કરી રહ્યા છે કે, રાજ્યની કુલ વસ્તીમાં 30-32 ટકા મરાઠા સમુદાયનાં લોકો છે અને એટલા માટે તેમને 50 ટકાનું સરાસરી અનામત પ્રાપ્ત થશે.
આ જ આધાર પર મરાઠા સમુદાયને સામાજિક અને શૈક્ષણીક રીતે પછા વર્ગ (EBC) હેઠળ 16 ટકા અનામતનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે મરાઠાની ઉપજાપી કણબી સમુદાય જેને પછાત માનવામાં આવે છેનો દાવો છે કે સમગ્ર રાજ્યની વસ્તીમાં મરાઠાઓની ભાગીદારી માત્ર 30માંથી માત્ર 12 ટકા છે.
મહારાષ્ટ્ર: મરાઠાઓને મળશે 16% અનામત, સરકારે વિધાનસભામાં બિલ રજુ કર્યું...
મહારાષ્ટ્રમાં કણબી(કુનબી, હાલમાં કોંગ્રેસનાં મતદાર) વિશ્વનાથ પાટીલે કહ્યું કે, વસ્તીમાં મરાઠાઓની 30 ટકાનો હિસ્સો હોવાનો આંકડો ખોટો છે. મરાઠાઓ અને રાજ્ય સરકારે કણબી વસ્તીની ગણત્રી પણ મરાઠાઓમાં કરી છે. અમે મરાઠાઓની ઉપજાતી છીએ અને તેઓ અમને પોતાનો હિસ્સો નથી માનતા. જો તમે કણબીને આ ફિગરથી હટાવો છો તો મરાઠાઓની વસ્તી રાજ્યમાં માત્ર 12 ટકા થઇ જશે.
આ મુદ્દાને કાયદાકીય રીતે પડકાર મળશે
પાટિલે થોડા દિવસો પહેલા જ કહ્યું હતું કે, જો મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને 15થી16 ટકા અનામત આપે છે તો મુદ્દો કાયદાકીય સ્વરૂપે પડકાર મળશે. જો કે મરાઠા નેતા રઘુનાથ ચિત્રે પાટિલે તેને ફગાવે છે કે તેમની સંખ્યા માત્ર 12 ટકાની જ છે અને દાવો કરે છે કે કુનબી વગર પણ મરાઠાઓની ગણત્રી રાજ્યની વસ્તીનાં 16થી18 ટકા છે.
રાજપુતો પણ મરાઠાની જેમ અનામત આપવા OBC પંચ પહોંચ્યા...
કણબી સમુદાય પહેલાથી જ ઓબીસી ક્વોટાં છે
આ પ્રકારનાં દાવાઓ અને વિરોધી દાવાઓથી મરાઠાઓ માટે અનામત અનિશ્ચિત થઇ ચુક્યું છે. જાણકારોનું કહેવું છે કે કણબીઓનો સમાવેશ કરતાની સાથે મરાઠાઓને 16 ટકા અનામત આપવાની સંભાવના નથી કારણ કે કણબી પહેલાથી જ ઓબીસી ક્વોટામાં સમાવિષ્ટ છે અને એટલા માટે તેઓ મરાઠાઓ સાથે SEBC વર્ગમાં સમાવિષ્ઠ થવા માંગશે કારણ કે તેને કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.
વિશ્વનાથ પાટિલ પુછે છે કે હવે ઓબીસી શ્રેણીમાં આવે છે, તો પછી અમે શા માટે નવનિર્મિત SEBC કેટેગરિમાં સમાવિષ્ઠ થઇશે જ્યારે આપણે જાણીએ છીએ કે, તે કાયદાકીય રીતે માન્ય નહી થાય. ઉલ્લેખનીય છે કે, રાજ્ય મરાઠાઓને 6-9 ટકા અનામત પ્રદાન કરે છે, તો પણ તેને કાયદેસર બાધાઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે તેનાંથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત 50 ટકા અનામતની સીમા પાર થઇ જશે.
પાટીદાર અનામત માટે હાર્દિક પટેલ સહિતના આગેવાનો OBC પંચને મળવા ગાંધીનગર પહોંચ્યા...
સરકારે સ્વિકાર્યું કે અનેક કાયદાકીય પડકારો
મહારાષ્ટ્ર સરકારે એક અધિકારીક રીતે સ્વિકાર કર્યો કે અહીં કાયદાકીય પડકારો છે. તેમણે કહ્યું કે, અમને ખબર છે કે પડકારો હશે પરંતુ અમને આશા છે કે મરાઠા તે વાતનો અનુભવશે કે અમે બિલ પાસ કરાવવામાં ઇમાનદારી દેખાડી છે અને પોતાનું બેસ્ટ આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર ફડણવીસ સરકારે મરાઠા અનામત પર મહોર લગાવી દીધી છે. શિયાળુ સત્રની પૂર્વ સંધ્યાએ યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય પછાત પંચનાં અહેવાલને મંજુરી આપી દેવાઇ. આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે અનામતની ત્રણ ભલામણો સ્વિકારી લેવામાં આવી છે. મરાઠા સમાજને અનામત આપવા માટે સરકાર SEBC (સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ) નામથી સ્વતંત્ર ક્વોટા બનાવશે.