24 નવેમ્બરથી ગુરૂ માર્ગી થશે, અચાનક જાગી જશે આ પાંચ રાશિનું ઊંઘી ગયેલું ભાગ્ય
Guru Margi 2022: દેવગુરૂ બૃહસ્પતિની ચાલમાં નવેમ્બર મહિનામાં પરિવર્તન થવાનું છે. ગુરૂ ગ્રહ ચાલ બદલવાની સાથે અનેક રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે.
નવી દિલ્હીઃ Guru Rashi Parivartan 2022: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દેવગુરૂ ગુરૂને સૌથી શુભ ફળદાયી ગ્રહ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે જે જાતકની કુંડળીમાં ગુરૂ ગ્રહ ઉચ્ચ સ્થિતિમાં બિરાજમાન હોય તો, તેને ધન અને સન્માનની પ્રાપ્તિ થાય છે. ગુરૂ ગ્રહને ધન, વૈભવ, એશ્વર્ય અને સંપત્તિ વગેરેના કારક માનવામાં આવ્યા છે. 24 નવેમ્બરે ગુરૂ ગ્રહના માર્ગી થવાથી આ રાશિનું ભાગ્ય ચમકી જશે.
મેષ રાશિ- આ રાશિના જાતકો માટે ગુરૂ 12માં ભાવમાં માર્ગી થઈ રહ્યો છે. આ ગોચરના પરિણામસ્વરૂપ તમને ધનલાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યમાં સુધાર થશે. પરિવારમાં માંગલિક કાર્ય થઈ શકે છે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે. નોકરીમાં નવા અવસર પ્રાપ્ત થશે.
કર્ક રાશિ- આ રાશિના જાતકોના ભાગ્ય સ્થાનમાં ગુરૂ માર્ગી થવાનો છે. તેવામાં તમારી મુશ્કેલીનો અંત થશે. ભાગ્યનો સાથ મળશે. કાર્યસ્થળ પર કોઈ કામના સિલસિલામાં યાત્રા પર જવું પડી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકોને શુભ સમાચાર મળી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.
કન્યા રાશિ- કન્યા રાશિના સપ્તમ ભાવમાં ગુરૂ માર્ગી થશે. તેવામાં ગુરૂ માર્ગી થયા બાદ તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તમને મોટા ભાઈ-બહેનનો સાથ મળશે. નોકરી કરનાર જાતકોને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. ધાર્મિક આયોજન કરાવી શકો છો.
આ પણ વાંચોઃ Name Astrology: પૈસા કમાવામાં સૌથી લકી હોય છે આ લોકો! નામના પ્રથમ અક્ષરથી કરો ચેક
સિંહ રાશિ- ગુરૂ માર્ગી થવાથી તમારા જીવનમાં ખુશીઓ આવી શકે છે. ગુરૂ તમારી રાશિના છઠ્ઠા ભાગમાં માર્ગી થવાનો છે. આ દરમિયાન તમને નવી નોકરીનો પ્રસ્તાવ મળી શકે છે. આવકમાં વધારાનો યોગ બનશે. રોકાણથી લાભ થશે.
વૃશ્ચિક રાશિ- ગુરૂ ગ્રહ તમારી રાશિના પાંચમાં ભાવમાં માર્ગી થશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. કોઈ નવા કામની શરૂઆત થઈ શકે છે. મહિલાઓ માટે ગુરૂ ગ્રહ ખુબ શુભ સાબિત થશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.
(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો કરતા નથી કે તે પૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube