Name Astrology: પૈસા કમાવામાં સૌથી લકી હોય છે આ લોકો! નામના પ્રથમ અક્ષરથી કરો ચેક

Name First Letter Astrology: નામ એસ્ટ્રોલોજી અનુસાર 3 અક્ષર એટલા ખાય હોય છે કે જેનું નામ આ અક્ષરથી શરૂ થાય છે તે પૈસાના મામલામાં ખુબ ભાગ્યશાળી હોય છે. 
 

Name Astrology: પૈસા કમાવામાં સૌથી લકી હોય છે આ લોકો! નામના પ્રથમ અક્ષરથી કરો ચેક

નવી દિલ્હીઃ Lucky Name Astrology in Gujarati: નામના પ્રથમ અક્ષરથી વ્યક્તિના ભવિષ્ય અને પર્સનાલિટી વિશે ઘણું જાણી શકાય છે. જ્યોતિષમાં નામ જ્યોતિષની એક શાખા છે. તેમાં નામના પ્રથમ અક્ષર દ્વારા તે જાણવાની રીત જણાવવામાં આવી છે કે કઈ વ્યક્તિ ધન, કરિયર, પ્રેમ, પ્રતિષ્ઠા વગેરેમાં કેટલો લકી છે. આજે આપણે એવા લોકો વિશે જાણીએ છીએ, જે પૈસાના મામલામાં ખુબ ભાગ્યશાળી હોય છે. તે અપાર ધન-સંપત્તિના માલિક બને છે અને લગ્ઝરી જીવન જીવે છે. 

નામના પ્રથમ અક્ષરથી ચેક કરો પોતાનું ભાગ્ય
જે જાતકોનું નામ A અક્ષરથી શરૂ થતું હોયઃ આવા જાતક જેનું નામ A અક્ષરથી શરૂ થતું હોય, તે ખુબ મહેનતુ અને ઈમાનદાર હોય છે. આ જાતક પોતાની બુદ્ધિ અને મહેનતથી કામોમાં સફળતા મેળવે છે. તેને એક ઝટકામાં એવી સફળતા મળે છે કે નીચેથી ઉપર પહોંચી જાય છે. તેને ખુબ પૈસા મળે છે અને જીવન બદલી જાય છે. 

જે જાતકોનું નામ R અક્ષરથી શરૂ થતું હોયઃ જે લોકોના નામનો પ્રથમ અક્ષર R છે, તે ખુબ બુદ્ધિશાળી અને મહેનતું હોય છે. સાથે તેમાં આત્મવિશ્વાસ વધારે હોય છે. તેવા જાતક પોતાના જીવનમાં ખુબ પ્રગતિ કરે છે, સાથે ખુબ પૈસા મેળવે છે. આ જાતકોનું ભાગ્ય પણ અચાનક ચમકે છે. 

જે જાતકોનું નામ S અક્ષરથી શરૂ થાયઃ જે લોકોનું નામ S અક્ષરથી શરૂ થાય છે તે પોતાના જીવનમાં ગમે એટલા ઉતાર-ચઢાવનો સામનો કરે, પરંતુ બાદમાં મોટી સફળતા મેળવે છે. આ જાતક પોતાની મહેનત, લગન અને બુદ્ધિથી મોટા લક્ષ્ય હાસિલ કરે છે. તે વધુ ધન-સંપત્તિના માલિક બને છે અને નામના મેળવે છે. આવા જાતક લગ્ઝરી જીવન જીવે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી અને માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news