નવી દિલ્હી: ભાજપના નેતા કપિલ મિશ્રાનું નામ ફરીથી એકવાર દિલ્હી હિંસા અગાઉ તેમણે આપેલા ભાષણને લઈને ચર્ચામાં છે. ફેસબુકે પોતાની હેટસ્પીચ પોલીસીને સમજાવવા માટે કર્મચારીઓ સમક્ષ ઉદાહરણ તરીકે કપિલ મિશ્રાની એ સ્પીચ રજુ કરી જે તેમણે દિલ્હી હિંસા ભડકાવતા પહેલા આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમારી સહયોગી વેબસાઈટ ઈન્ડિયા ડોટ કોમના અહેવાલ મુજબ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) એ દિલ્હી હિંસા સંબંધિત ધમકીઓને લઈને કપિલ મિશ્રાની આલોચના કરી. અહેવાલ મુજબ ઝકરબર્ગ પોતાના કર્મચારીઓને ફેસબુકની હેટસ્પીચ પોલીસી સમજાવી રહ્યાં હતાં તે દરમિયાન તેમણે આ ભાષણનો ઉલ્લેખ કર્યો. આ મીટિંગનો એક ઓડિયો લીક થયો છે. ત્યારબાદ સમગ્ર વિશ્વ સમક્ષ કપિલ મિશ્રાની એક નકારાત્મક છબી બની છે. આ બાજુ જે ભાષણનો ઉલ્લેખ ઝકરબર્ગે પોતાના 25000 કર્મચારીઓને સંબોધિત કરતી વખતે કર્યો તે ભાષણ કપિલ મિશ્રાએ સીએએ પ્રોટેસ્ટ દરમિયાન આપ્યું હતું. 


સરહદ વિવાદ: ડ્રેગનના તેવર ઢીલા પડ્યા, કમાન્ડર લેવલની મીટિંગમાં શું થઈ હતી વાતચીત? જાણો


ફેસબુકના સીઈઓએ હેટ સ્પીચ પોલીસીને લઈને પોતાના કર્મચારીઓને વીડિયો કોલ દ્વારા એડ્રસ કર્યા હતા. તેમાં સૌથી પહેલા તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વીટનો ઉલ્લેખ કર્યો. આ ટ્વીટ રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકામાં ચાલી રહેલા #BlackLivesMatter પ્રદર્શનો પર કરી હતી. ત્યારબાદ ઝકરબર્ગે કપિલ મિશ્રાની સ્પીચનું ઉદાહરણ આપ્યું. જો કે તેમણે કપિલ મિશ્રાનું નામ તો નહતું લીધુ પરંતુ તેમના ભાષણને સાંભળતા કહ્યું કે આ હેટ સ્પીચ છે. ઝકરબર્ગે કહ્યું કે એન્ટી સીએએ પ્રદર્શનકારીઓને લઈને દિલ્હીમાં અપાયેલું આ ભાષણ હિંસા અને તોફાનોને ભડકાવવા જેવું છે. 


#IndiaKaDNA: બહારની કંપનીઓ વિચારો પર રોક લગાવી શકે નહીં: રવિશંકર પ્રસાદ 


અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ ફેસબુકના કેટલાક કર્મચારીઓ સીઈઓ માર્ક ઝકરબર્ગના વિરોધમાં ઊભા થયા હતાં. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટને ન હટાવવાને લઈને કર્મચારીઓમાં નારાજગી હતી. ઝકરબર્ગે આ પોસ્ટને ફેસબુકથી હટાવવાની ના પાડી દીધી હતી. જો કે ત્યારબાદ ઝકરબર્ગે કહ્યું હતું કે ટ્રમ્પની આ પોસ્ટ ખુબ અપમાનજનક છે. 


જ્યોર્જ ફ્લોયડના મોત બાદ શરૂ થયેલા વિરોધ પ્રદર્શન બાદ ટ્રમ્પે કેટલીક એવી ટ્વીટ કરી હતી કે તેને લઈને કર્મચારીઓમાં રોષ હતો. તેમણે ટ્વીટર પર તે અંગે લખ્યું હતું. આ બાજુ ટ્વીટરે ટ્રમ્પની ટ્વીટને હિંસાને પ્રોત્સાહન આપનારી ગણાવી હતી અને તેને ફ્લેગ કરી હતી. ટ્રમ્પે આ ટ્વીટમાં લખ્યું હતું કે 'when looting starts shooting starts. આ ટ્વીટ જ્યોર્જ ફ્લોઈડના મોત બાદ થઈ રહેલા પ્રદર્શનોને લઈને હતી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube