સતીષ બરનવાલ, અમેઠી: લોકસભાની ચૂંટણી નજીક છે. રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ અત્યારથી જ ખુબ એક્ટિવ થઈ ગયા છે. આવામાં રાહુલ ગાંધીના મતવિસ્તાર એવા અમેઠીના એક ભાજપના કાર્યકર્તાએ પોતાની પાર્ટી માટે એવું કામ કર્યું છે કે જે ચર્ચાનો વિષય બની ગયો છે. લગ્નની કંકોત્રીમાં તેણે ભેટ સ્વરૂપે ભાજપને મત આપવાની વાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણતંત્ર દિવસ પર હુમલાનું કાવતરું! દિલ્હી પોલીસે જૈશના બે આતંકીઓને દબોચ્યા


વિનાયક ત્રિપાઠી નામનો અપીલકર્તા અમેઠીના જામો વિસ્તારનો રહેવાસી છે. તે અમેઠી યુવા મોરચા સાથે જોડાયેલો છે. વિનાયકે કાર્ડ પર એક સંદેશો લખાવ્યો છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મત એ જ મને ભેટ છે. અમે અમેઠીથી એક કમળ દિલ્હી મોકલવા માટે અપીલ કરીએ છીએ. આ કાર્ડ હાલ ભાજપના કાર્યકર્તાઓ માટે સોશિયલ મીડિયા પર શેર કરવાનું સાધન બની ગયું છે. નોંધનીય છે કે અમેઠી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનો સંસદીય મતવિસ્તાર છે. હજુ તેઓ હમણા જ ત્યાં ગયા હતાં અને પાછા ફરીએ ગણતરીના કલાકો થયા હશે ત્યાં લગ્નની આ કંકોત્રીએ અમેઠીના રાજકારણમાં ભૂકંપ સર્જી નાખ્યો છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલું આ કાર્ડ ભાજપના યુવા મોરચાના નેતાના ઘરનું છે. 


લેન્ડ ડીલ: હરિયાણાના પૂર્વ CM હૂડ્ડાના ઘર સહિત દિલ્હી એનસીઆરમાં CBIના દરોડા


આ અગાઉ સુરતના પણ એક યુવકનું લગ્નનું કાર્ડ આ જ રીતે પ્રખ્યાત થઈ ગયું હતું. સુરતના યુવરાજ પોખરણા અને સાક્ષી અગ્રવાલે પોતાના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશની જગ્યાએ રાફેલની તસવીર છપાવી હતી. રાફેલને લઈને પીએમ મોદીના વખાણ કર્યા હતા અને તેના ફાયદા ગણાવતા આ  કાર્ડ સોશિયલ મીડિયા પર છવાયું હતું. આ લગ્નના કાર્ડની ચર્ચા વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી હતી. ત્યારબાદ પીએમ મોદીએ પણ તેના વખાણ કર્યા હતાં અને તેમને શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતાં. 


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...