લગ્નમાં શા માટે કાંડે બાંધવામાં આવે છે મીંઢળ? જાણો મીંઢળને કેમ કહેવાય છે કામદેવનું ફળ
મીંઢળ ઝાડનું સોપારી જેવડું બજરિયા રંગનું ફળ હોય છે.મીંઢોળને મદનફળ તરીકે પણ ઓળખવામાં આવે છે.મીંઢોળ શુભ પ્રસંગે, શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતું એક ફળ છે.જેને માણેકસ્તંભને તથા વરકન્યાના કાંડે લગ્ન પ્રસંગે બાંધવાનો રિવાજ છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ મીંઢળએ એક ચમત્કારિક ઔષધિરૂપ ફળ છે.તેને સંસ્કૃતમાં મદનફળ એટલે કામદેવનું ફળ પણ કહેવાય છે.પ્રજોત્પત્તિની આશામાં ઉજ્જવળ પરિણામ આવે તેના માટે મીંઢોળને નાડાછડીમાં પરોવીને બાંધવાની પ્રાચીન કાળથી પ્રથા ચાલી આવે છે. મીંઢોળનું ઝાડ મુખ્યત્વ ગિરનારના જંગલોમાં જોવા મળે છે.તેનો ઉપયોગ આયુર્વેદમાં પણ થાય છે. મીંઢોળને લગ્ન, જનોઈ વગેરે શુભ પ્રસંગે જમણે કાંડે તેમજ માણેકથંભ કે મંડપની થાંભલીને બાંધવામાં આવે છે.સાથે કોઈ ઝેરી પદાર્થ ખાઈ જાય તો મીંઢોળનો ઉપયોગ કરવામાં આવતો હતો.
કાંટાળા વૃક્ષના હોય છે અનેક ફાયદા
મીંઢળનું વૃક્ષ હરિતક્યાદિ વર્ગનું અને મંજિષ્ઠાદિ કુળનું નાના કદનું હોય છે. લાંબા કાંટાવાળા 15 ફૂટ ઉંચાઈ ધરાવતા મીંઢોળના વૃક્ષ હોય છે.તેનાં કાંટા 1 થી 2 ઈંચ લંબાઈ અને તીક્ષ્ણ હોય છે.તેનું કાષ્ઠ શ્વેતવર્ણ અને સખત હોય છે. જેનું વૈજ્ઞાનિક નામ randia dumetorum છે. તેમાં શરૂઆતમાં સફેદ ફૂલ થાય છે અને પછી પીળા ફૂલ થાય છે.
Joe Biden ના કૂતરાનો આતંકઃ એક મહિનામાં બનાવ્યા આટલાં લોકોને શિકાર, White House માં ફફડાટ
ઝેરી પર્દાથ ખાઈ જાય તો મીંઢોળથી કરતા ઈલાજ
પહેલાના જમાનામાં કોઈ ઝેરી પદાર્થ ખાઈ જતું તો મીંઢળ ખવડાવતા હતા.જેથી ઉલટી થઇ જાય અને ઝેર ઓકાઈ જાય.મીંઢળના મૂળ તથા ફળ સર્પદંશના ઉપચારમાં ખુબ જ ઉપયોગી હોય છે. મીંઢળ કૃમિનાશક હોવાથી મરડાના ઈલાજમાં પણ ઉપયોગ છે.તેની છાલનો લેપ ખિલ, સંધીવાના સાંધા ઉપર પીડાહારક સાબિત થાય છે. તેના મૂળની છાલ જંતુનાશક અને હાડકાના દુ:ખાવામાં વપરાય છે. આ સિવાય વ્રણ, કોઢ, આફરો, ગુમડા, સોજો, પિત્ત, શરદી અને ગોળો મટાડવામાં પણ મીંઢોળ ફાયદાકારક હોય છે.
મીંઢળ છે ઉત્તમ ઔષધી
આયુર્વેદના જાણકારો મુજબ મીંઢળ એક ઉત્તમ વમનકારક ઔષધી છે. મીંઢોળને ખાવાથી ઉલટી જેવું થાય છે અને ચક્કર આવે છે. જો ગુમડા થયા હોય તો તેના પર મીંઢળનો લેપ ઘસવાથી મટી જાય છે.સાથે નાભિશૂળના ઉપચારમાં મીંઢળને સહેજ ગરમ પાણીમાં લસોટીને તેનો લેપ નાભિની આસપાસ લગાવવામાં આવે છે. ખીલના ડાઘા મટાડવા રાત્રે સૂતી વખતે દૂધની મલાઈ સાથે મીંઢળને લસોટીને તેનો લેપ લગાવાથી ફાયદો થાય છે.મોઢાની ઝાંખપ અને આંખ નીચેનાં કાળાં કુડાળાં દૂર કરવા મીઢળનો લેપ લગાવવો જોઈએ.
મીંઢળ વધારે છે સ્ત્રીઓમાં કામુક્તા
મીંઢળનાં બીજનું ચૂર્ણ દૂધ, સાકર કેસરના મિશ્રણમાં આપવામાં આવે તો સ્ત્રીઓમાં કામશક્તિ જાગૃત થાય છે. નિઃસંતાનને સંતાન પ્રાપ્તિ માટે મીંઢળના ચૂર્ણનો ઉપયોગ થાય છે. એટલું જ નહિ યોનિના ભાગે આવતી ખંજવાળ મટાડવામાં પણ મીંઢળ ખુબ જ ઉપયોગી છે.મીંઢળના ચૂર્ણના ઉકાળામાં કપડું પલાળીને તેની વાટ યોનિમાં મૂકવામાં આવે ખંજવાળ આવતી બંધ થઈ જાય છે.આ વાટ મૂકવાથી સૂક્ષ્મ જંતુઓ નાશ થાય છે.સાથે વાટ રક્તપ્રદર, શ્વેતપ્રદર, ચાંદી વગેરેનો પણ નાશ કરે છે.
આ ફ્રિજ દૂધમાંથી દહીં પણ બનાવી આપશે...! જાણો હજુ બીજી ઘણી વિશેષતા છે આ ફ્રિજમાં
મીંઢળથી થતી ઉલટીથી નથી થતું નુકસાન
મીંઢળ કોઈ પણ પ્રકારની હાનિ, ઉપદ્વવ વગર ઉલટી કરાવે છે. તેના માટે સહેજ નવશેકા પાણીમાં 1 થી 2 ચમચી મીંઢળનું ચૂર્ણ નાખી આપવાથી થોડી વારમાં ઉલટીઓ થવા લાગે છે.જેનો ઉપયોગ ખાસ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ ઝેરી પદાર્થ ખાઈ ગયું હોય..
વનકન્યાને કાંડે કેમ બંધાય છે મીંઢળ
લગ્નના આનંદથી ઊભરાતા પ્રસંગમાં કેટલાક છૂપા વિધ્નસંતોષીઓ પોતાની ચોટ, મૂઠ વગેરે મલિન વિદ્યાનો ઉપયોગ કરી રંગમાં ભંગ નાખવાનું સાહસ કરે છે. ત્યારે વરકન્યાને બાંધેલ મીંઢળફળ તેમની રક્ષા કરે છે. વૈદ્યો કે હકીમો અગાઉ લક્ષ્મણા નામક કંદનો સંતાન પ્રાપ્તિ માટે ઉપયોગ કરતાં અને સારું પરિણામ લાવતા હતા. પણ એ અપ્રાય્ય હોવાથી તેને ઠેકાણે સફેદ ભોરિંગડીના મૂળનો અને મીંઢળનો પણ ઔષધ તરીકે ઉપયોગ થાય છે.
IPL 2021: આ રિટાયર્ડ ખેલાડીઓ એવા છે જે આજે પણ IPLમાં મચાવી શકે છે ધૂમ
ધાનને પણ સડતા બચાવે છે મીંઢળ
ખેતરમાં તૈયાર થયા બાદ ધાનનું સંગ્રહ કરવું હોય તો તેમાં લીલા મીંઢળ નાખવામાં આવે છે.જેથી ધાન લાંબા સમય સુધી સડતું નથી.અત્યારે તો ધાનના સંગ્રહ કરવામાં માર્કેટમાં મળતી વિવિધ દવા અને પાવડરનો ઉપયોગ કરવામાં આવી છે.પરંતુ પહેલાના સમયમાં લોકો કાચા મીંઢળ નાખીને જ ધાનનો સંગ્રહ કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube