લગ્ન પછીની જો વાત કરીએ તો દરેક વ્યક્તિ વિચારે છે કે જીવન હવે જીવનસાથી સાથે વિતાવવું છે. સમગ્ર જીવન સારી રીતે પસાર થાય તેવી વાતોનું ધ્યાન રાખતો હોય છે. જો કે ભારતીય લોકો લગ્નને 7 જન્મોનું બંધન પણ માને છે. ત્યારે આવી જ એક સ્ટોરી સામે આવી છે. જેમાં 72 વર્ષ પહેલા એક દંપતી અલગ થઇ ગયું હતું. જ્યારે હવે આ બંને લોકો ફરીથી એકબીજાને મળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1946માં થયા હતા તેમના લગ્ન
આ સ્ટોરી છે કેરળના એક દંપતીની. નારાયણન નાંબિયાર (90) અને તેમની પત્ની સારદા (86) ના લગ્ન વર્ષ 1946માં થયા હતા. લગ્નના થોડા સમય બાદ નારાયણને એક કૃષિ આંદોલનમાં ભાગ લીધો હતો. આ આંદોલનમાં તેમને જેલની સજા થઇ હતી.


નારાયણનના પિતાને પણ થઇ હતી જેલની સજા
આ આંદોલનમાં નારાયણનના પિતા થલિયાન રમન નાંબિયાર પણ તેમની સાથે જ હતા. આંદોલન બાદ તેઓ બંને જણા ફરાર થઇ ગયા હતા. પરંતુ પોલીસે તેમને શોધી તેમની ધરપકડ કરી હતી. નારાયણન અને તેમના પિતા બંનેને જેલની સજા થઇ હતી. તેમના પિતાનું જેલમાં અવસાન થયું હતું.


8 વર્ષ પછી પરત ફર્યા
નારાયણન 8 વર્ષ સુધી જેલની સજા ભોગવી હતી. આઠ વર્ષ બાદ જ્યારે તેઓ પરત ફર્યા ત્યાં સુધીમાં તેમના પરિવારજનોએ તેમની પત્નીના બીજા લગ્ન કરાવી દીધા હતા.


નારાયણનના પણ કરાવવામાં આવ્યા લગ્ન
નારાયણન 1954માં જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને જાણવા મળ્યું કે તેમના પરિવારજનોએ સારદાના બીજી જગ્યાએ લગ્ન કરાવી દીધા છે. ત્યારબાદ પરિવારજનોએ પણ નારાયણના અન્ય જગ્યાએ લગ્ન કરાવ્યા હતા અને તેમને 7 બાળકો પણ છે.


પરિવારે ફરીથી કરાવ્યું તેમનું મિલન
નારાયણનની ભત્રીજી સાંથાએ તેમની આ સ્ટોરી પર એક બુક લખી છે. તેણે બુકનું નામ 30 ડિસેમ્બર આપ્યું છે. આ બુક વાંચ્યા બાદ સારદાના પુત્રએ સાંથા સાથે મુલાકાત કરી હતી. આ બંને જણાએ સારદા અને નારાયણનની મુલાકાત 72 વર્ષ પાછી કરાવી છે. બંનેને કોઇપણ વાતનું કોઇ પ્રકારનું દુ:ખ નહતું. બંનેએ ઘણો સમય વાત કરી અને એકબીજાની જીંદગીના દુ:ખ દર્દને શરે કર્યા હતા.