ચેન્નઈઃ તમે એક્સ્ટ્રા મેરિટલ અફેર (Extra Marital Affairs) ના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ બહેરીનમાં કામ કરતો 29 વર્ષીય યુવક અફેરના ચક્કરમાં પોતાની જ પત્નીની જાળમાં ફસાઈ ગયો. આ વ્યક્તિને અડયાર (Adyar) ની ઓલ વુમન પોલીસે ગુરુવારે તિરુવનમિયુરની એક હોટલમાંથી ધરપકડ કરી છે. આ વ્યક્તિ તેના સોશિયલ મીડિયા મિત્રને મળવા હોટલના રૂમમાં ગયો હતો, પરંતુ રૂમમાં તેની પત્નીને જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મહિલાએ પહેલાથી જ પોલીસને જાણ કરી દીધી હોવાથી તે રૂમમાંથી બહાર નીકળી શક્યો ન હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નગ્ન તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ પત્ની
ચેન્નઈના નીલંકરાઈની 25 વર્ષીય મહિલાએ એક વર્ષના પ્રેમાલાપ પછી ફેબ્રુઆરી 2021 માં અરુંબક્કમના એનઆરઆઇ (Non Resident Indian)  સાથે લગ્ન કર્યા હતા. મહિલાએ પોલીસને જણાવ્યું કે જ્યારે તે તેના પતિના ડેસ્કટોપ પર ભૂલથી સફરિંગ કરી રહી હતી ત્યારે તેના ફોન નંબર અને કેટલીક મહિલાઓની તસવીરો સાથે તેની નગ્ન તસવીરો જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

KKR નો આ ખેલાડી વિરાટ બાદ બની શકે છે RCB નો કેપ્ટન! લે છે ધોની જેવા નિર્ણયો


પત્નીએ બનાવ્યું ફેક એકાઉન્ટ
મહિલાએ એ પણ શોધી કાઢ્યું હતું કે તેનો પતિ મહિલાઓને વેશ્યાવૃત્તિ તરફ આકર્ષવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યો હતો. તેના પતિનો પર્દાફાશ કરવા માટે તેણે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેની સાથે વાતચીત કરી અને તેને ફસાવી દીધો.


મહિલાઓના દેહનો વેપાર કરતો હતો પતિ 
મહિલાના જણાવ્યા અનુસાર તેનો પતિ મહિલાઓને દેહ વેપાર (Flesh Trade) માટે લલચાવતો હતો. મહિલાએ પોલીસને જાણ કરી હતી કે તેના પતિએ ઘણા મેસેજ મોકલ્યા હતા અને જે મહિલાઓને વધુ પૈસા આપનાર ગ્રાહક આપવાના વાયદા સાથે દેહ વેપારમાં લિપ્ત થવા માટે રાજી કરી રહ્યો હતો.

અમદાવાદ સહિત આ શહેરોના ગ્રાહકોને મળશે Ola ઇલેક્ટ્રિક સ્કૂટર, જોજો તમારો નંબર નથી આવ્યો ને?


અશ્લીલ વીડિયોનો આદી હતો પતિ
પોલીસે જણાવ્યું હતું કે આ વ્યક્તિ પોર્નોગ્રાફિક વિડિયોનો આદી હતો, પરંતુ તે વેશ્યાવૃત્તિમાં સામેલ હતો કે કેમ તેની તપાસ કરવી પડશે. અડયાર ઓલ વુમન પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પુરુષનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે. 29 વર્ષીય યુવકને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube